મહેસાણા શહેર રાજપુત સમાજની ગત શનીવારના રોજ મળેલી બેઠકમાં સર્વાનુમતે પ્રમુખ અને ઉપપ્રમુની વરણી કરવામાં આવી હતી. આ બેઠકમાં પ્રમુખ તરીકે વરિષ્ઠ સમાજીક આગેવાન કિર્તીસીંહ રાઠોડ અને ઉપપ્રમુખ તરીકે લક્ષ્મણસીંહ રાજપુતની વરણી કરવામાં આવી છે. જેને લઈ રાજપુત સમાજના અનેક લોકોએ તેમને શુભેચ્છાઓ આપી હતી.
મહેસાણા શહેર રાજપુત સમાજની ગત શનિવારના રોજ મળેલી બેઠકમાં તમામ સભ્યો સોશીયલ ડીસ્ટન્સનુ પાલન કરી લોકો સામેલ રહ્યા હતા. સમાજની સેવામાં અગ્રેસર રહેલા કીર્તીસીંહ રાઠોડની મહેસાણા શહેર રાજપુત સમાજના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. મહેસાણા શહેરના નવનિયુક્ત પ્રમુખ હાલ મહેસાણા કેમીસ્ટ એસોશીએશનના ચેરમેન તરીકે તથા રાજ કો.ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી લી. મહેસાણાના ચેરમેન તરીકે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. કીર્તીસીંહ રાઠોડ અગાઉ પણ મર્ચન્ટ એસોશીએશન તથા જનતા સુપર માર્કેટના પ્રમુખ રહી ચુક્યા છે. આમ રાજપુત સમાજના અગ્રણી તરીકે ઘણા ક્ષેત્રોમા તેમની સેવા આપી તેમને પોતાની આગવી ઓગખ પ્રાપ્ત કરી હોવાથી તેમની મહેસાણા શહેર રાજપુત સમાજના પ્રમુખ તરીકેની વરણીને લઈ સમાજના લોકો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.