વન વિભાગ, પોલીસ ઘટના સ્થળે પહોંચીયુ ફેન્સિંગ વાયરમાં દીપડાનો પગ ફસાયો ફસાયેલા દીપડાને કાઢવા વન વિભાગનું રેસ્ક્યુ દીપડાને બેભાન કરીને ફસાયેલો પગ કાઢવામાં આવશે મહેસાણા જિલ્લાના ધરોઇ પંથકમાં દિપડો આવી જતાં વનવિભાગમાં દોડધામ મચી ગઇ છે. સતલાસણા તાલુકાના ધોળું ગામે નજીક ઝાડીમાં દીપડો હોવાની જાણ થતાં પાંજરું ગોઠવી પાલનપુર વન્યજીવ ટીમને જાણ કરવામાં આવી છે. ગામલોકોના ટોળા ઉમટી પડતાં કોલાહલ વધી ગયો છે. ગાંધીનગર હેઠળની ધરોઇ રેન્જના ધોળું ગામે વહેલી સવારે દિપડો જોવા મળ્યો છે. જેથી ધરોઇ સાથે ખેરાલુ વનવિભાગની ટીમ તપાસમાં લાગી છે. દિપડો ગામથી માત્ર એક કિલોમીટર દૂર ઝાડીમાં ફસાયો હોવાની જાણ થતાં ગામલોકો દોડી આવ્યા છે. આ તરફ વનવિભાગે પાંજરું ગોઠવી મથામણ શરૂ કરી છે. દિપડાને ગન દ્વારા બેભાન કરી પાંજરે પુરવા બનાસકાંઠા વાઇલ્ડ લાઇફ ટીમને જાણ કરી છે. દિપડાને જોવા ગામલોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હોઇ વનવિભાગે તમામને દૂર કરવા સહિત સ્થાનિક પોલીસને પણ જાણ કરી છે
Contribute Your Support by Sharing this News: