મહેસાણા જીલ્લાના ખેરાલુ અને સતલાસણામાં બોગસ ડોક્ટરો દ્વારા કરાઈ રહી છે પ્રેક્ટિસ. જેમાં સતલાસણા અને ખેરાલુના ગામડાઓમાં કોની રહેમ નજર હેઠળ પ્રક્ટિસ કરાઈ રહી છે ? શુ આવા બોગસ ડોક્ટરો ખુલેઆમ અનેક ગામડાઓમાં અને શહેરી વિસ્તારોમાં પોતાની દુકાનો ખોલીને બેસી ગયા છે. શુ કોઈ પ્રાથમીક આરોગ્ય કેન્દ્રની રહેમ નજરથી ચાલે છે ? આ બધાથી તાલુકા આરોગ્ય તંત્ર અજાણ છે ? સરકારી તંત્ર પગલા ભરશે ખરા કે પછી કરશે આંખ આડા કાન ? આ મામલે આરોગ્ય તંત્ર સંપુર્ણ રીતે અજાણ છે કે પછી મીલીભગત ચાલે છે ? આવા સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.\
ગામડાની ભોળી પ્રજા એમના પાસે ઈલાજ કરવા આવે ત્યારે આ ઉંટવૈદ્યો પોતાનો ફાયદો ઉઠાવે છે. અભણ જનકા આવા ડીગ્રી વગરના ડોક્ટરને પણ ભગવાનનુ સ્વરૂપ માની લેતા હોય છે. પરંતુ દર્દીઓએ દવા લેતાં પહેલાં આ તબીબોની ડિગ્રીઓ જાણવી જાેઈએ. આવા કિસ્સાઓમાં પ્રજાની જાગૃતતા માટે ખાસ જરૂરી છે. તાલુકાના આરોગ્ય અધિકારીઓ હપ્તા ખાઉ પોતાનું પેટ ભરવા માટે એમના નેજા હેઠળ ડોકટરો બેસાડી ગંભીર બાબતોને પણ આંખ આડા કાન કરી લેતાં હોય છે.
તાલુકા અધિકારીઓને ઘણીવાર જાગૃત નાગરીક દ્વારા લેખિત રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. જાગૃત નાગરીક દ્વારા લેખિત રજૂઆતની કોઈ પણ જાતની તસ્દી લેવામાં આવતાં નથી. જેથી આવા લેભાગુ ડોકટરોએ માજા મુકી છે.