ખેડબ્રહ્મા નગરપાલિકાના પ્રમુખ ડો. પ્રિયંકાબેન ખરાડીએ આમ આદમી પાર્ટી વિરુદ્ધ પોલીસમાં લેખિત અરજી કરી…

March 27, 2026

ગરવી તાકાત ખેડબ્રહ્મા : ખેડબ્રહ્મા નગરપાલિકાના પ્રમુખ ડો. પ્રિયંકાબેન ખરાડીએ આમ આદમી પાર્ટી (AAP) વિરુદ્ધ પોલીસમાં લેખિત અરજી કરી સોશિયલ મીડિયા પર તેમના ભાજપ છોડીને AAPમાં જોડાવા અંગેની ખોટી પોસ્ટ વાયરલ થતાં તેમણે આ કાર્યવાહી કરી આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા પેજ પર એક પોસ્ટ મૂકવામાં આવી.

આ પોસ્ટમાં દાવો કરાયો હતો કે ખેડબ્રહ્મા પાલિકાના મહિલા પ્રમુખ ભાજપના ભ્રષ્ટાચારથી કંટાળીને આમ આદમી પાર્ટીમાં જોડાવાની પ્રબળ શક્યતાઓ આ પોસ્ટ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહી પ્રમુખ ડો. પ્રિયંકાબેન ખરાડીએ તેમની અરજીમાં સ્પષ્ટ જણાવ્યું કે, આ પોસ્ટ તદ્દન ખોટી અને મનઘડંત.

તેમણે આ પોસ્ટને રાજકીય કિન્નાખોરી ગણાવી જે તેમને અને ભાજપ પક્ષને બદનામ કરવાના ઇરાદે મૂકવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો ડો. ખરાડીએ વધુમાં જણાવ્યું કે, આ ખોટી પોસ્ટના કારણે તેમની કારકિર્દી અને પ્રતિષ્ઠાને નુકસાન થયું તેમણે પોલીસને આ મામલે સઘન તપાસ કરીને પોસ્ટ મૂકનાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી કરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0