ખેડબ્રહ્મા અને ઇડર વિસ્તારમાંથી 10 ચોરેલા બાઈક સાથે એક શખ્સને દબોચ્યો

શેર કરવા અહીં ક્લિક કરો.

– ચોરેલા બાઈક સાથે શખ્સ પકડાયો

– બાઈક સહિત રૂ. 1.92 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો : આરોપીને જેલહવાલે કર્યો

ખેડબ્રહ્મા પોલીસ સ્ટાફ બસસ્ટેશન વિસ્તારમાં વાહનોનું ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે એક શંકાસ્પદ ચાલકને ચેક કરતા તે બાઈક ચોરીનું હોવાનું જણાતા અને વધુ તે શખ્સની તપાસ કરતા કુલ ૧૦ મોટરસાયકલ ચોર્યા હોવાનું જણાવતા કુલ રૂ. ૧,૯૨,૦૦૦ના મુદ્દામાલ સાથે તે બાઈક ચાલકને પકડી પાડયો હતો.

ખેડબ્રહ્મા બસસ્ટેશન વિસ્તારમાં પી.એસ.આઈ. પી.પી.જાની એ.એસ.આઈ વિષ્ણુભાઈ તેમજ અન્ય સ્ટાફ વાહનોનું ચેકીંગ કરી રહ્યા હતા. તે દરમયા ખેરોજ હાઈવે રડો ઉપરથી એક કાળા તથા વાદળી કલરનું બાઈક લઇને એક શખ્સ આવતા તેને રોકતા તેની પાસે કાગળો માંગતા તે આપી શક્યો નહોતો પોલીસને વધુ શંકા પડતા તે બાઈક ઇડરથી ચોરી હોવાનું જણાયુ હતું. પોલીસે મોટરસાયકલ ચાલક શ્રવણભાઈ મોડીયાભાઈ ગમાર (રહે. માડી તા. કોટડા)ને પકડી વધુ પુછપરછ કરતા બીજા ૯ મોટરસાયકલો મળી કુલ ૧૦ મોટરસાયકલો ખેડબ્રહ્મા ઇડ વિસ્તારમાંથી ચોરી કરી હોવાનું તેમજ આ આરોપી મુખ્ય સાગરીત હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે ૧૦ મોટરસાયકલ મળી કુલ રૂ. ૧,૯૨,૦૦૦નો મુદ્દામાલ પકડયો હતો તેમજ આરોપીને જેલ ભેગો કર્યો હતો

(ન્યુઝ એજન્સી)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.