ખેડાના આર્મી જવાનનું સિક્કીમમાં અવસાન હિમવર્ષા વચ્ચે બજાવતા હતા ફરજ

શેર કરવા અહીં ક્લિક કરો.
  • ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ઘડિયા ગામના આર્મી જવાનનું સિક્કીમમાં ફરજ દરમિયાન અવસાન

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ઘડિયા ગામના આર્મી જવાનનું સિક્કીમમાં ફરજ દરમિયાન નિધન થયુ છે. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના છેવાડે આવેલું ગામ ઘડિયા ગામના હિતેશ પરમાર નામનો યુવાન દસ વર્ષ પહેલા આર્મીમાં જોડાયા હતા. હાલ તેમનું ફરજનું સ્થળ સિક્કિમ હતું, તેમના ફરજના સ્થળ પર ભારે હિમ વર્ષા થવાના કારણે જવાનને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો

જવાનના પરિવાર વિશે વાત કરીએ તો, હિતેશ પરમાર માતા-પિતા, ભાઈ-ભાભી અને પત્નીની સાથે એક અઢી વર્ષનો એક માસૂમ પુત્ર પણ છે. દસ વર્ષ પહેલા ઇન્ડિયન આર્મીમાં જોડાયેલા આ જવાન ભરપૂર સપના સાથે ઘરેથી નીકળ્યા હતા. પરંતુ હિમ વર્ષાના કારણે થવાના કારણે હિતેશ પરમારનું ત્રણ દિવસ પહેલા અવસાન થયું હતું

[News Agency]

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.