સિદ્ધપુર નગરપાલિકાના નિવૃત કર્મચારીઓના હક માટે પેંશન માટે ઉપવાસ પર ઉતરેલાં કેશીબેન સોલંકીની જીત થઈ

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત સિદ્ધપુર : સિદ્ધપુર નગરપાલિકા દ્વારા ચાલુ માસ સુધીમાં 6 પેંશન ચડતાં નગરપાલિકાના સદસ્યશ્રી કેશીબેન નરેશભાઈ સોલંકીની રજુઆત બાબતે ચીફ ઓફિસર ધ્યાન ન આપતાં તેઓએ ઉપવાસ આંદોલનનું હથિયાર ઊગામ્યુ હતું. જેને લઈને આજે સવારે 11 વાગે પોતાના ટેકેદારો અને નગરપાલિકાના નિવૃત કર્મચારીઓ સાથે નગરપાલિકા કચેરીમાં ઉપવાસ શરૂ કર્યા હતાં. જ્યાં વિષયની ગંભીરતા જોઈને નગરપાલિકા કમ્પાઉન્ડમાં સિદ્ધપુર પોલીસ દ્વારા બન્દોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

આ ઉપવાસ આંદોલનની જાણ શહેરમાં વાયુવેગે પ્રસરી જતાં લોકોના ટોળે ટોળા વરસાદી માહોલ વચ્ચે નગરપાલિકા કચેરીમાં જોવા મળ્યા હતાં. સ્થાનિક નેતાગીરી અને પત્રકાર સમૂહ સાથે રાખીને નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખશ્રી દ્વારા 1 ઓગષ્ટ થી 5 ઓગષ્ટ વચ્ચે 2 પેંશનની ચૂકવણી અને બીજું એક પેંશન નિયમિત કર્મચારીઓ ના પગાર સાથે અને અન્ય ચડેલ પેંશન નજીકનાસ સમયમાં ચૂકવી આપશે

નગરપાલિકા એવી ખાતરી બાદ નગરપાલિકા કચેરીમાં ઉપવાસ પર બેસેલાં કેશીબેન દ્વારા પારણા કરીને ઉપવાસ આંદોલન પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે પેંશનરોને મદદરૂપ થનારા પત્રકાર મિત્રો,પોલીસ મિત્રો,સામાજિક આગેવાનો અને સમસ્યા નિવારણ મંચ,સિદ્ધપુરનો પેંશન મન્ડલના પ્રમુખશ્રી કૌશિકભાઈ શુક્લાએ આભાર માન્યો હતો.

તસવિર અને અહેવાલ : ધ્રુવભાઈ દવે – સિદ્ધપુર

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.