કેટરીના કૈફ (Katrina Kaif) ઇંડસ્ટ્રીની ફિટેસ્ટ એક્ટ્રેસ કેટરીના કૈફ જે સુંદરતાના મામલે કોઇના કમ નથી. કેટરીના પોતાની ફિટનેસને લઇને ખૂબ એક્ટિવ રહે છે. તે મોટાભાગે પોતાની ફિટનેસ વર્કઆઉટ વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

તાજેતરમાં જ તેમન વીડિયોને લઇને આવો જ નજારો જોવા મળી રહ્યો છે. જેમાં એક્ટ્રેસ પુશઅપ્સ કરતી જોવા મળી છે. અભિનેત્રી આ વીડિયોમાં એક નહી, પરંતુ અલગ-અલગ રતી પુશઅપ્સ કરતી જોવા મળી રહી છે.

વાયરલ થઇ રહેલા કેટરીના કૈફના આ વીડિયોને તેમના ફેન પેજ પર શેર કર્યો છે. આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ઘણાનું ધ્યાન ખેંચ્યું છે. આ વીડિયોમાં વર્કઆઉટને લઇને કેટરીના કૈફનું ડેડિકેશન પણ જોવા લાયક છે. તેમાં અભિનેત્રી પહેલાં બંને હાથો વડે પુશઅપ્સ કરતી જોવા મળે છે. ત્યારબાદ તે એક હાથ પર પુશઅપ્સ કરતી જોવા મળે છે અને છેલ્લે હાથ અડાડ્યા વિના પુશઅપ્સ કરવાનો પ્રયત્ન કરી રહી છે.