કરણીસેનાની ચીમકી : નુપુર શર્માને કંઇ થયું તો ભારત ભડકે બળશે

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત ગુજરાત : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના આસાર છે તે દરમિયાન રાજ્યમાં રાજનીતિ પણ તેજ થઇ ગઇ છે. આવામાં કરણીસેના એ પણ રાજકારણમાં જોર પકડી રહ્યું હોવાની છાપ ઉપસી છે. ત્યાં જ હાલમાં આખા દેશમાં નુપુર શર્મા ના જે નિવેદનને લઇ ઘમાસાણ થઇ રહ્યું છે તેને લઇ કરણી સેનાના મૌલિકસિંહ વાઢેરનું નિવેદન પણ સામે આવ્યું છે જેમાં તેમણે નુપુર શર્મા ને કરણીસેના નું સમર્થન હોવાનું જણાવાયું છે.
રાજકોટમાં આજે મોહમ્મદ પયગમ્બર વિશે વિવાદાસ્પદ નિવેદનને લઇ નુપુર શર્માના પોસ્ટરો રોડ પર લગાવાયા હતા. જેના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે ત્યારે રાજકોટ કરણીસેનાના મૌલિકસિંહ વાઢેરે આ મામલે નિવેદન આપી નુપુર શર્માને સમર્થન આપ્યું છે.

રાજકોટ કરણીસેનાના આગેવાન મૌલિકસિંહ વાઢેરે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે,કરણી સેનાનું નુપુર શર્માને સમર્થન છે અને જોનૂપુર શર્માને કઈ થયું તો ભારત ભળકે બળશે. વધુમાં મૌલિકસિંહ વાઢેરે નુપુર શર્માના નિવેદન પર સમર્થન આપતા ચીમકી ઉચ્ચારી છે કે, તેમણે કઈ ખોટું નથી કહ્યું માટે જો તેમને કંઇ પણ થશે તો ભારત ભળકે બળશે.

આમ હવે પયગમ્બર વિવાદ મામલે નુપુર શર્માને રાજકોટ કરણીસેના દ્વારા સીધુ સમર્થન આપવામાં આવ્યું છે. સાથે જ રાજકોટ કરણી સેનાએ નૂપુર શર્માના સમર્થનમાં આવી એવા તમામ લોકોને ચેતવણી આપી દીધી છે કે, જો નૂપુર શર્મા સાથે કંઇ ખોટુ થશે તો આખું ભારત ભળકે બળી જશે.

ઉલ્લેખનીય છે કે, નુપુર શર્મા પોતાના એક નિવેદનને પગલે હાલ મુસ્લિમ સમુદાયના રોષનો ભોગ બન્યા છે. એક ટીવી ડિબેટ દરમિયાન ભાજપના સસ્પેન્ડેડ રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માએ પયગંબર મામલે ટિપ્પણી કરી હતી. ત્યાર બાદ ભારત આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયાઓનો સામનો કરી રહ્યું છે.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.