મંદિરની દાન પેટીમાં નરાધમ યૂઝ કરાયેલા કોન્ડોમ નાંખતો,કર્ણાટક પોલીસે કરી ધરપકડ..

શેર કરવા અહીં ક્લિક કરો.

બેંગલુરુ
કર્ણાટક પોલીસે એક એવા વ્યક્તિની ધરપકડ કરી છે જે મંદિરોના દાન પેટીઓમાં વપરાયેલા કોન્ડોમ નાંખતો હતો. આરોપી દેવદાસ દેસાઈએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું કે તે જીસસનો સંદેશ ફેલાવવા માટે આવું કરી રહ્યો હતો અને તેને કોઈ પસ્તાવો નથી. પોલીસ લગભગ એક વર્ષથી તેને શોધી રહી હતી. દેસાઈ મંદિર પરિસર છોડીને જતો હતો અને ત્યાં દાનપેટીમાં વપરાયેલા કોન્ડોમ નાખીને ચાલ્યો જતો હતો.
‘ધ સન’માં છપાયેલા સમાચાર અનુસાર, પોલીસે ઘટના વિશે જણાવ્યું હતું કે ૬૨ વર્ષીય આરોપી દેવદાસ દેસાઈએ મેંગલુરુના ઘણા મંદિરોમાં આ કૃત્ય કર્યું છે. લાંબા સમયથી તેની શોધ ચાલી રહી હતી, પરંતુ દરેક વખતે તે ભાગવામાં સફળ રહ્યો હતો. ગયા વર્ષે ૨૭ ડિસેમ્બરે કોરાજાના કટ્ટે ગામમાં એક મંદિરના દાન પેટીમાં વપરાયેલો કોન્ડોમ મળવાની વાત સામે આવી હતી. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી હતી.
ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસે મંદિર અને તેની આસપાસ લગાવેલા કેમેરા ચેક કર્યા હતા. અધિકારીઓએ જ્યારે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તો તેમાં આરોપીનો ચહેરો દેખાતો હતો, જેના આધારે પોલીસે તેની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન દેવદાસ દેસાઈએ કબૂલ્યું હતું કે તેણે આ રીતે અનેક મંદિરોને અપવિત્ર કર્યા છે. આરોપીએ જણાવ્યું કે તેણે કુલ ૧૮ મંદિરોમાં આ કૃત્ય કર્યું છે. જાેકે, આ પૈકી માત્ર પાંચ મંદિરોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
મેંગલુરુના પોલીસ કમિશનર એન શશિકુમારે કહ્યું કે સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસ ટીમ આરોપીને પકડવામાં સફળ રહી છે. દેવદાસ દેસાઈ તેમની પત્ની અને બાળકોને ઘણા સમય પહેલા છોડી ચૂક્યો છે. તેઓ ઓટો ડ્રાઇવર તરીકે કામ કરતો હતો, પરંતુ વૃદ્ધાવસ્થાના કારણે તેમણે ડ્રાઇવિંગ છોડી દીધું અને પ્લાસ્ટિક વીણવાનું કામ શરૂ કર્યું. આરોપીએ જણાવ્યું કે તેમનો પરિવાર પિતાના સમયથી ખ્રિસ્તી ધર્મનું પાલન કરે છે.
કમિશનર શશિકુમારના જણાવ્યા અનુસાર, આરોપીએ કહ્યું કે તે મંદિરોમાં યૂઝ કરાયેલા કોન્ડોમ એટલા માટે ફેંકતો હતો, જેથી તેમણે અપવિત્ર કરીને તે લોકોને પોતાના ધર્મ તરફ વાળી શકે. માત્ર મંદિરોમાં જ નહીં, આરોપીએ કેટલાક ગુરુદ્વારા અને મસ્જિદોમાં પણ આવું કર્યું. પૂછપરછ દરમિયાન, આરોપીએ કહ્યું કે તેને તેની હરકત માટે કોઈ પસ્તાવો નથી, તે ફક્ત જીસસનો સંદેશ ફેલાવી રહ્યો હતો. આરોપીએ એમ પણ કહ્યું કે બાઇબલ કહે છે કે જીસસ સિવાય બીજાે કોઈ ભગવાન નથી. હું કોન્ડોમ ફેંકતો હતો કારણ કે અશુદ્ધ વસ્તુઓ માત્ર અશુદ્ધ જગ્યાએ જ ફેંકવી જાેઈ

ન્યુજ એજન્સી

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.