ગરવી તાકાત, કાણોદર:
પાલનપુરથી મહેસાણા હાઇવેનું છેલ્લા ઘણા માસથી ૬ માર્ગીય રોડનું કામકાજ ગોકળ ગતિએ ચાલુ છે. ગોકળગતીએ ચાલતું કામના અનેક મીડિયા માં અહેવાલ રજૂ કર્યા છતાં પણ કોન્ટ્રાક્ટર નું પેટનું પાણી હલતું નથી. અને આ જાહેર માર્ગ પર અનેક અકસ્માતો સર્જાયા છે અને અનેક લોકોના મોત થયા છે. પાલનપુર તાલુકાના કાણોદર હાઈવે હુસેન ટેકરી નજીક ચૌધરી કોમ્પ્લેક્સ આગળ બુધવારે સવારે ૬ વાગ્યાના સુમારે પુણેથી જમ્મુના બડી બ્રાહ્મણ તરફ જતી ટ્રક રોડની સાઈડમાં ઉતરી જતા ટ્રક પલટી જતા ડ્રાઈવર અને કંડકટરનો આબાદ બચાવ થયો હતો.
આ પણ વાંચો – બીલ્ડીંગ સાઈટ ઉપર પૈસા બચાવવાની લાલચે 1 મજુરનો જીવ લીધો, એન્જીનીયર સહીત ત્રણ સામે ગુન્હો દાખલ
કોન્ટ્રેકરો દ્વારા રોડની સાઈડો ખોદી નાખી અને પટ્ટા કે કોઈ પણ જાતના સ્લોગનો રાખેલ ન હોવાથી અવાર નવાર અકસ્માત થતા હોય છે. જો કે મહત્વ ની વાત એ છે કે ટ્રક પલટી જતા કોમ્પ્લેક્સમાં ૧૦૮ એમ્બ્યુલન્સ ની ગાડીનો આબાદ બચાવ થયો હતો અને જી ઈ બી નો થાંભલો તૂટી ગયો હતો. આ બાબતે ટ્રક ડ્રાઈવર જગવન્દ્રરસિઘે જણાવ્યું હતું કે સવારના ૬ વાગ્યાની આસપાસ અહીંયાંથી નીકળતા રોડની સાઈડ દેખાઈ નહિ અને ટ્રક રોડની સાઈડમાં ઉતરી ગઈ ગાડીમાં લગભગ ૧૪ લાખ જેટલો ફેવિકોલ કલર વગેરે માલ સમાન ભરેલો હતો તેમ જણાવ્યું હતુ.