ગરવી તાકાત કાંકરેજ : પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના તલાટી કમ મંત્રી મંડળ ની જુની કારો બારી સમિતી ના પ્રમુખ તરીકે વર્ષ 2017 થી હસમુખભાઈ રાજગોર એ સુંદર રીતે સેવા આપી હતી ત્યારે હવે નવા વર્ષના
અંત માં 2022 માં તારિખ 4 /4/2022ના રોજ કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે આવેલ હોલમાં તલાટી કમ મંત્રી મંડળ ની મીટીંગ યોજાઈ હતી
જેમાં નવા પ્રમુખ તરીકે વિજયભાઈ ચૌધરી અને ઉપ પ્રમુખ તરીકે જનકસિંહ કટારીયા અને મહિ
લા વિભાગ ઉપ પ્રમુખ તરીકે કરુણાબેન સોલંકી ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી જેમાં નવિન પ્રમુખ અને ઉપપ્રમુખની સાલ ઓઢાડી સન્માન કરાયું હતું અને મોં મીઠું કરાવી તાળીઓ પાડીને વધાવી લીધા હતા
ત્યારે હવે કાંકરેજ તાલુકાના તલાટી કમ મંત્રી મંડળ ના નવિન પ્રમુખ તરીકે નો તાજ વિજયભાઈ ચૌધરી ને શિરે આવતાં તંત્ર અને ગ્રામ્ય કક્ષાએ લોકોના પ્રશ્નો અંગે નિકાલ માટે કાળજી રાખીને યોગ્ય રીતે કામગીરી કરવામાં આવે તેવી આશા સાથે તાલુકા પંચાયત કચેરી ખાતે આવેલ હોલ ખાતે સૌ કોઈ તલાટી કમ મંત્રી મંડળ એ શુભેચ્છા પાઠવી હતી
તસ્વીર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ કાંકરેજ