સરકાર તરફથી રીપેરીંગ કરવો કે નવો બનાવવા માટે હજુ કોય પણ જાતની કાર્યવાહી નહી

ગરવીતાકાત,બનાસકાંઠા: બનાસકાંઠા અને પાટણ ને જોડતો પુલ કાંકરેજ તાલુકાના ઉંબરી કંબોઈ વચ્ચે બનાસ નદી ઉપર આવેલ પુલ 2017માં પુર આવ્યા બાદ ક્ષતિગ્રસ્ત થયો હતો. ત્યારે  20 ટન થી વધારે ભારે વાહનો હંકારવા નહી તેવુ ગંભીર સુચના માટે બોર્ડ મારવામાં આવેલ છે. જે આજે દેખાય રહેલ છે. 2017માં પુલ ના છેડા ઉપર મોટો ભુવો પડેલ તે વખતે પંત્થરો પણ લાવેલા અને થોડું થીંગડું મારી ને ગોદડે ગોટા વાળેલ હોય તે રીતે કરવામાં આવ્યું હતુ.હાલ પુલ બાબતે અમારા મિડિયાના પ્રતિનિધિ એ સ્ટેટ દિયોદરના અધિકારી ને ફોન દ્વારા પુછતા જણાવેલ કે અમોએ પ્રોસેજ સરકારમાં રીપેરીંગ તેમજ નવો બનાવવાની ફાઈલો મુકેલ છે.જે સરકાર દ્વારા મંજૂરી મળશે ત્યારે થશે.

તો શું 2017માં રાત દિવસ પોલીસ હોમગાર્ડ જવાનો વગેરે રાત દિવસ બેસાડવામાં આવ્યા હતા. શું ખરેખર જો આ આ વષેઁ વધુ વરસાદ આવે અને 2017 જેવુ પુર આવે તો પુલને મોટા પાયે નુકસાન થાય તેમા કોયજ સંકાને સ્થાન નથી.જો કદાજ આવુ બને અને કોય જાતની જાન હાની થાય કે નુકસાન થાય તો જવાબદાર કોણ અે મોટો પ્રશ્ર્ન છે.બનાસકાંઠા જિલ્લાના પાંચ તાલુકા નો અને પાટણ જિલ્લા નો સંપર્ક તૂટી જાય તેવું ચર્ચાએ જોર પકડ્યું છે.તો હવે જોવુ રહ્યુ કે મિડિયા  મા આવ્યા પછી પણ સરકાર અને તંત્રની આંખો ખુલેસે કે નહી તે તો આવનારો સમયજ બતાવ છે.

તસ્વીર અહેવાલ જયંતીમેતીય પાલનપુર 

Contribute Your Support by Sharing this News: