ગરવી તાકાત,નવી દિલ્હી
સુશાંત સિંહ રાજપુત આત્મહત્યા કેસમાં એન.સી.બી દ્વારા ડ્રગ એંગલની તપાસ કરી રહેલ છે ત્યારે આ તપાસમાં અનેક નામી હસ્તીઓના નામ આ તપાસમાં બહાર આવી રહ્યા છે. જેમાં દિપીકા પાદુકોણ,રકુલ પ્રીત,સારા અલી ખાન અને શ્રધ્ધા કપુરનુ નામ પણ સામે આવ્યુ હતુ જેમાં તેઓને નાર્કોટીક્સ ડીપાર્ટમેન્ટ દ્વારા સમન અપાયુ હતુ.

NCB  ના  પક્ષપાતી પગાલાના કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલ લોકો અનેક સવાલો ઉઠાવી રહ્યા હતા જેમાં અભિનેત્રી નગમાં  આ સમનને લઈ સવાલો કર્યા હતા કે કંગના રાણાવતે સ્વીકાર્યુ હતુ કે હુ પણ ડ્રગ લેતી આવી છુ છતા પણ NCB  તેને સમન નથી આપી રહી.પોતાના સત્તાવાર ટિ્‌વટર હેંડલ પર ટ્‌વીટ કર્યું છે કે જેમાં એક ફોટો નજર આવી રહ્યો છે આ ફોટોમાં એક તરફ કંગના આઇપીએસ ગુપ્તેશ્વર પાંડે અને બીજી તરફ ફિલ્મ ડાયરેકટર અનુરાગ કશ્યપ દિયા મિર્ઝા દીપીકા પાદુકોણ નજરે પડી રહ્યાં છે ફોટો પર એ પણ લખવામાં આવ્યું છે કે આગામી નંબર સ્વરા ભાસ્કર અનુભવ સિન્હા અને ઋચા ચઢ્ઢાનો હશે દરેક તે વ્યક્તિ જે ભારતના લોકોને સપોર્ટ કરવા માટે આ વ્યવસ્થા વિરૂધ્ધ બોલે છે સ્ટેર બાય સ્ટેપ આગામી નંબર તેમનો હશે.

આ પણ વાંચો – દીપીકા પાદુકોણ ડ્રગ માટે કગરતી જોવા મળી:SSR કેસ

પોતાના ટ્‌વીટમાં નગમાએ લખ્યું છેકે એનસીબીએ કંહના રનોતને સમન કેમ મોકલ્યું નથી જેમણે ખુદ એ સ્વીકાર કર્યું છે કે તે ડ્રસ લેતી હતી જાે તે લોકો ફકત વ્હાટ્‌સએપ ચેટના આધારપર કોઇ અભિનેત્રીને સમન મોકલી શકે છે.એજન્સી મીડિયાની સાથે તપાસને સંયુકત કરી બોલીવુડની અભિનેત્રીઓની તસવીર સાથે ખિલવાડ કરી રહી છે.

કંગના ડ્રગ મામલાને લઇ લાંબા સમયથી સેલેબ્સ પર હુમલો કરી રહી છે NCB  ના આ પગલા બાદ કંગનાએ ટીપ્પણી કરતા ટ્‌વીટ કર્યું આખરે પહેલીવાર,બોલીવુડ માફિયા દુઆ કરી રહ્યાં છે કે સુશાંતને મારવામાં આવ્યો ન હતો. પહેલીવાર તેમને પોતાની ક્રુરતા પોતાની ચુપકીદી પર પસ્તાવો થઇ રહ્યો છે પહેલીવાર તે માની રહ્યાં છે કે કાશ તે સમય પાછો લાવી શકાય એ યાદ રહે કે ડ્રગ મામલે દીપીકાની આજે એનસીબી પુછપરછ કરનાર છે તે ગઇકાલે ગોવાથી મુંબઇ પરત ફરી છે.