કંગના રાણાવતે મુંબઈને લઈ જે સ્ટેટમેન્ટ આપ્યુ તે જો આમીર ખાન કે કરન જોહરે આપ્યુ હોત તો સાયદ ટી.વી ડીબેટ આ વિષયને લઈને જ થઈ રહી હોત પણ એ સ્ટેટમેન્ટ કરનાર અલગ પ્રકારની પર્સન હોવાના કારણે મીડીયા એ આ વિષયને ચર્ચાનો વિષય બનાવ્યો જ નહી. તથા સોશીયલ મીડીયામાં આમીર, કરન જોહર અને અનુરાગ કસ્યપ જેવા ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલ વ્યક્તિઓની વીરૂદ્ધમાં ટ્રેન્ડ કરાવનારા પણ કંગનાના સ્ટેટમેન્ટ ઉપર ટ્રેન્ડ કરાવવાનુ ભુલી ગયા, કે કંગનાને પણ મુંબઈમાં ડર લાગે છે.
બોલીવુડ ની હીરોઈન કંગના રાણાવતે હમાણા જ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યુ છે કે એને મુંબઈ પોલીસથી ડર લાગે છે આ સ્ટેટમેન્ટને કાઉન્ટ કરતા શીવસેનાના નેતા સંજય રાઉતે કહ્યુ હતુ કે કંગનાને ડર લાગતો હોય તો એને મુંબઈ આવવુ જ ના જોઈયે, કંગનાએ મુંબઈને પાકીસ્તાન ઓક્યુપાઈડ કાસ્મીર સાથે સરખાવી પોતે લાઈમ લાઈટમાં બની રહે એવા આરોપો તેની ઉપર લાગી રહ્યા છે.
કંગનાના આ સ્ટેટમેન્ટ ઉપરની કોન્ટ્રોવર્સીમાં દંબગને છેદી સીંહ- સોનુ સુદ પણ જોડાઈ ગયો હતો તેને આ કોન્ટ્રોવર્સીમાં પોતાની હાજરી આપતા ટ્વીટ કરી જણાવ્યુ હતુ કે, મુંબઈ શહેર તકદીર બદલતા હૈ, સલામ કરોગે તો સલામી મીલેગી સોનૂ સૂદના આ ટ્વીટ અંગે ચાહકો પણ ઘણી ટિપ્પણી કરી રહ્યા છે.
સોનુ સૂદ પહેલા ઉર્મિલા માટોંડકર, રિતેશ દેશમુખ, સ્વરા ભાસ્કર, સોફી ચૌધરી, અનુભવ સિંહા, રેણુકા શહાણે અને ઘણા કલાકારોએ કંગનાના આ ટ્વિટ પર પ્રતિક્રિયા આપી હતી. તે જ સમયે, કંગના રાનાઉતે મુંબઇનો ઉલ્લેખ કરતા પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, “શિવસેનાના નેતા સંજય રાઉત મને ખુલ્લેઆમ ધમકી આપી રહ્યા છે અને મુંબઈ પાછા ન આવવાની સલાહ આપે છે. હવે મુંબઈની શેરીઓમાં આઝાદી પછી આ ખુલ્લી ધમકીઓ છે. મુંબઈને પાકિસ્તાન હસ્તકના કાશ્મીર કેમ લાગે છે? ” સોનુ સૂદની વાત કરીએ તો એને લોકડાઉનમાં ફસાયેલા લોકોની મદદ કરી અમુક લોકોના મસીહા સાબિત થયો હતો, જેમને તેને સુરક્ષિત અને સલામત ઘરે પહોંચાડવા માટે મદદ કરી હતી. એટલું જ નહીં, અભિનેતાએ વિદેશમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પણ તેમના દેશ પાછા ફરવામાં મદદ કરી હતી.
કંગના રાણાવતે આજે ફરી એક વાર કોન્ટ્રોવર્સીને ખેંચવા ટ્વીટ કરી જણાવ્યુ છે કે હુ 9 મી તારીખે મુંબઈ આવી રહી છુ જેના બાપમાં હિમ્મત હોય તે મને રોકીને બતાવે.
કહેવાય છે કે બોલીવુડ બે ભાગમાં વહેચાઈ ગયુ છે, અને એમા કંગના રાણાવત ભાજપ તરફથી બેંટીગ કરે છે એવુ તેના સ્ટેટમેન્ટ અને એક્ટ ઉપર થી સ્પષ્ટ જોઈ શકાય છે. પરંતુ તે ક્યારેય સ્વીકારતી નથી કે હુ ભાજપ ને સમર્થન કરૂ છુ, એની ઈન્કમ સામે રાખી જણાવે છે કે હુ ભાજપના ઘણા મંત્રીઓ કરતા વધુ કમાઉ છુ એટલે મારે ભાજપમાં જો઼ડાવાની જરૂર નથી.