જળ આંદોલનનો કળશ ૧૨૫ ગામોમાં ફરશે : ૧૦૦૦ ખેડૂતોએ કળશ પૂજન કરી જળ આંદોલન શરૂ કર્યુ

શેર કરવા અહીં ક્લિક કરો.

— વડગામ- પાલનપુરના ૧૨૫ ગામોના ખેડુતોએ કરમાવદ તળાવ ભરવાની માંગ સાથે છેડ્યું જન આંદોલન :

— ખેડૂતો ટ્રેક્ટરમાં હજારોની સંખ્યામાં તળાવ પહોંચી કળશ પૂજન કર્યું :

ગરવી તાકાત પાલનપુર : આશરે ૯૮ હેક્ટરમાં ફેલાયેલા વડગામ તાલુકાના કરમાવદ તળાવ ભરવાની માંગ ઉઠી છે અને આજથી જળ આંદોલન શરૂ થયું છે વડગામ અને પાલનપુર તાલુકાના ૧૨૫ ગામ ના ખેડૂતોએ આજે કળશ પૂજન કરી અને જળ આંદોલન છેડ્યું છે. છેલ્લા ૩૦ વર્ષથી આ તળાવ ભરવાની માંગ છે પરંતુ રાજકારણના આટાપાટામાં અટવાયેલું આ તળાવ સરોવર તરીકે ઓળખાતું હતું અને જો આ તળાવ ભરાય તો પાલનપુર અને વડગામ તાલુકાના ૧૦૦ ઉપરાંત ગામડાઓને સિંચાઈના પાણીનો લાભ મળી શકે તેમ છે. ત્યારે આજે વડગામ અને પાલનપુર તાલુકાના ખેડૂતોએ અને મહિલાઓએ કરમાવદ તળાવ ખાતે ભૂમિ પૂજન અને કળશ પૂજન કરી કળશમાં તળાવની માટી લઈ અને જળ માટે આંદોલનનો કળશ ગામે ગામ ફરશે તેવું નિવેદન આપ્યું હતુ
વડગામ તાલુકાના કરમાવદ તળાવ ભરવાની માંગણી ઉઠી છે. વડગામને પાલનપુર તાલુકાના ખેડૂતો ની  બેઠક બાદ તળાવ ભરવા માટે આંદોલન ની રણનીતિ તૈયાર કરાઈ છે. છેલ્લા ૩૦ વર્ષથી ખેડૂતો આ તળાવ કરવાની માંગ કરી રહ્યા છે. પરંતુ ખેડૂતોની અ ને વડગામ તાલુકાની પ્રજાની કોઇપણ વાત ધ્યાને લેવામાં આવી નથી ત્યારે જો કરમાવદ તળાવ ભરાય તો પાલનપુર અને વડગામ તાલુકાનાં ૧૦૦ ઉપરાંત ગામોને પાણીનો લાભ મળી શકે તેમ છે. જેથી કરમાવદ તળાવ ભરવાની માંગણી પ્રબળ બની છે.
૯૮એકરમાં ફેલાયેલું કરમાવદ તળાવ અગાઉના સમયમાં સરોવર તરીકે ઓળખાતું હતું અને આ સરોવરમાં પહેલા પાણીથી ભરેલું રહેતું ત્યારે ધાન્ધાર પંથક તરીકે ઓળખાતા વડગામ તાલુકાના આ તળાવને લીધે જાહોજલાલી હતી પરંતુ સમય જતા વરસાદી પાણીમાં ઘટાડો થયો અને તળાવ સુકાઈ જતા ખેડુતોને સિંચાઈના પ્રશ્નો ઉભા થયા છે. છેલ્લા ૩૦ વર્ષથી વડગામ અને પાલનપુરના ખેડૂતોની માંગ છે કે કરમાવદ તળાવને ભરવામાં આવે.
અગાઉ મલાણા તળાવ ભરવા માટે આંદોલન થઈ ચૂક્યું છે ત્યારે આ ૧૦૦ ગામડાને કરમાવદ તળાવ ભરવાથી ફાયદો થાય તેમ છે જેથી ખેડૂતો હવે જળ આંદોલનના માર્ગે પણ જનાર છે. વડગામ અને પાલનપુર તાલુકામાં પાણીના તળ નીચા છે. ૧૦૦૦ થી ૧૪૦૦ ફૂટ સુધી પણ પાણી નથી ત્યારે સિંચાઈનો મોટો પ્રશ્ન છે. પીવાના પાણીનો પ્રશ્ન પણ વિકટ છે અને કરમાવદ તળાવ ભરાય તો આ પ્રશ્નો મહદઅંશે હલ થઇ શકે છે તેથી હવે ખેડૂતોની માંગણી છે કે સરકાર નર્મદાના નીરથી આ તળાવને ભરે. જેથી ખેડૂતોને ફાયદો થાય અને જો આ તળાવમાં પાણી નાખવામાં નહી આવે તો આગામી સમયમાં મોટા પ્રમાણમાં જળ આંદોલન થશે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.