ગરવી તાકાત, મુંબઈ

કોરોના વાયરસે દુનીયામાં હાહાકાર મચાવ્યો છે બધા જ ઘરમાં રહેવા મજબુર બન્યા છે, એવામાં બોલીવિડ સ્ટાર્સ પણ પોતાના બાળકોને લઇને ઘણાં જ ચિતિત છે અજય દેવગન અને કાજાેલને પણ દીકરી ન્યાસાની ચિંતા થઇ રહી છે. ન્યાસા અત્યારે ભારતમાં જ છે તે સિંગાપુરમાં રહે છે અને ત્યાં જ અભ્યાસ કરે છે પરંતુ હવે એવા સમાચાર છે કે કાજાેલ અને અજય ન્યાસાને એકલી સિંગાપુર મોકલવા નથી માંગતા જેથી હવે કાજાેલે ન્યાસા સાથે સિંગાપુર શિફટ થવાની યોજના બનાવી લીઘી છે.

આ પણ વાંચો – નવેમ્બરમાં કસોટી જીંદગી કે 2 સીરીયલ બંદ થવાની સંભાવના

કાજોલ અને અજયની દીકરી ન્યાસા તેના લુકના કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે એક રિપોર્ટ અનુસાર કોરોનાને કારણે કાજાેલ તેની દીકરીને એકલી સિંગાપુર મોકલવા માંગતી નથી જેથી તે થોડા સમયમાં દીકરી ન્યાસા સાથે સિંગાપુર જ રહેશે જયારે અજય દિકરા યુગ સાથએ મુંબઇમાં જ રહેશે.

સુત્રોના જણાવ્યા અનુસાર ન્યાસા સિંગાપુરની યુનાઇટેડ વર્લ્ડ કોલેજ ઓફ સાઉથ ઇસ્ટ એશિયામાં અભ્યાસ કરે છે વર્ષ ૨૦૧૮માં અજય દેવગણે સિંગાપુરમાં એક એપાર્ટમેન્ટ પણ ખરીદ્યું હતું જેથી ન્યાસાને રહેવામાં કોઇ તકલીફ ન પડે કાજાેલ હવે આ જ ફલેટમાં દીકરી સાથે રહેશે.

Contribute Your Support by Sharing this News: