કોરોનાના કપરા કાળમાં મહેસાણા જિલ્લા ના કડી તાલુકામાં જે બાળકો એ પોતાના માતા – પિતા ગુમાવ્યા છે. તેવા બાળકોને અભ્યાસ માટે કડીમાં આવેલ પશુપતિ કેમ્પસ દ્વારા આ બાળકો ને ફ્રીમાં શિક્ષણ આપવામાં આવશે આ પશુપતિ કેમ્પસની સરાહનીય કામગીરી જોવા મળી. કોરોનાને કારણે કોઈએ ઘરના મોભી તો કોઈએ પોતાના જવાન જોત દીકરા અને પોતાના પરિવાર ના લોકોને ગુમાવ્યા છે.
કોરોનાની બીજી લહેર ગુજરાત સહિત સમગ્ર ભારત માટે ઘાતક સાબિત થઇ છે. બીજી લહેરમાં કાળમુખો કોરોના અનેક લોકોને ભરખી ગયો કોરોના ને કારણે કોઈએ ઘરના મોભી તો કોઈએ પોતાના જવાન જોત દીકરાને ગુમાવ્યો.આ તમામ પરિસ્થિતિમાં વચ્ચે આ કાળમુખો કોરોના કેટલાક માસૂમ બાળકોના અનાથ કરી ગયો છે.એવા બાળકોની વ્હારે સરકાર આવી છે.સરકારે કોરોના માતા – પિતા ગુમાવનાર બાળકોની જવાબદારી ઉપાડી લીધી છે. ત્યારે આ સ્થિતિમાં પણ સેવા માટે અનેક લોકો આગળ આવી રહ્યા છે ત્યારે કડીમાં પશુપતિ કેમ્પસ દ્વારા ફ્રીમાં શિક્ષણ આપવાનો નિર્ણય લઇને માનવતા મહેકાવવાનું કામ કર્યું છે. પશુપતિ કેમ્પસ દ્વારા કોરોના મહામારી માતા – પિતા ગુમાવનાર બાળકો માટે મફત શિક્ષણ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
એક તરફ આ મહામારીમાં ખાનગી શાળાઓ દ્વારા ફ્રી મામલે વાલિઓ સાથે ધમાસાણ ચાલી રહ્યુ છે ત્યારે કડી માં આવેલ પશુપતિ કેમ્પસ આ સેવા ના કાર્યમાં આગળ આવી ને કોરોના માં માતા – પિતા ગુમાવનાર બાળકો ના શિક્ષણ ની ચિંતા કરવામાં આવી છે. આ સંસ્થા એ આવા કપરા કાળમાં બાળકોને વિના મૂલ્યે શિક્ષણ આપવાની જાહેરાત કરી ને એક આગવું ઉદાહરણ પૂરું પાડયું છે. કોરોના માં માતા – પિતા ગુમાવનાર બાળકો ધોરણે 1 થી 12 સુધી આવા બાળકો પશુપતિ કેમ્પસ દ્વારા વિનામૂલ્યે અભ્યાસ કરી શકશે. અને આવા બાળકો ધોરણ 1 થી 12 ની તમામ ફ્રી સંસ્થા માફ કરી ને એક સરાહનીય પહેલ કરવામાં આવી છે. કોરોના કાળમાં માતા – પિતા ની છત્રછાયા ગુમાવનાર આવા બાળકોની ફ્રી પશુપતિ કેમ્પસ ના સૌરિનભાઈ પરીખ દ્વારા ચૂકવવામાં આવશે. અને પશુપતિ કેમ્પસ દ્વારાઆ કરેલી પહેલ સમાજ માં આગવું ઉદાહરણ પૂરું પાડી જાણ્યું છે અન્ય શિક્ષણ સંસ્થાઓ પણ આ પશુપતિ કેમ્પસ પાસેથી કોઈ શીખ લેવાની જરૂર છે.