કડીમાં આવેલ નાની કડી ખાતે વૃદ્ધાશ્રમ ચાલી રહ્યું છે ત્યાં ઉંમર લાયક વૃદ્ધ લોકો રહી રહ્યા છે ત્યારે આવા કોરોના મહામારીના સમયેમાં ક્યાંય પણ તે લોકો બહાર પ્રવાસ અંગે જઇ શકાય નથી. ત્યારે કડીમાં આવેલ નારી એકતા ફાઉન્ડેશન ના અઘ્યક્ષ ભગવતીબેન પટેલ થતા તેમના સાથે જોડાયેલ મહિલાઓ કોરોના મહામારી ના સમયે ગરીબ લોકો માટે સાચા અર્થમાં સેવા આપી હતી. ગરીબ વર્ગના લોકોને ભોજન પણ આપવામાં આવી રહ્યું હતું. નારી એકતાની મહિલાઓ જાતે ઘરે બેઠા માસ્ક બનાવી ને તે માસ્ક નું ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું.
આ પણ વાંચો – fact check : નીતીન પટેલ,ભરતજી ઠાકોર,શંકર ચૌધરીએ શોક વ્યક્ત કરતા ફેલાવી ખોટી માહીતી ?
આ નારી એકતા ફાઉન્ડેશન કોરોના મહામારી ના સમયે અનેક સેવાકીય પ્રવૃત્તિ ચલાવી ને લોકો ને મદદ રૂપ થયા છે. ત્યારે હાલ કોરોનાની બીજી ઘાતક લહેર ને ઓછી થવાની સાથે કડી નાની કડી ખાતે આવેલ વૃદ્ધાશ્રમમાં રહેતા ઘરડા દાદા-દાદી લોકોને પવિત્ર શ્રાવણ માસ શરૂ થયો છે. એવામાં આજ રોજ 20 થી વધારે વૃદ્ધાશ્રમ રહેતા દાદા – દાદી લોકોને કડીથી અમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિર, ડાકોર, ગલતેશ્વર, ખાતે દર્શનાર્થે લઇ જવામાં આવ્યા હતા. પોતાના માતા – પિતાની જ્યારે છોકરાઓને સેવા કરવાનો વારો આવે છે ત્યારે આ સેવા જે કાર્ય માંથી મુક્તિ મેળવવા માટે આવા ચાલી રહેલા વૃદ્ધાશ્રમમાં મોકલી દેવામાં આવતા હોય છે. આ નારી એકતા ફાઉન્ડેશનના અઘ્યક્ષ ભગવતીબેન પટેલે આ વૃદ્ધાશ્રમમાં રહેતા ગરડા દાદા- દાદીની દીકરી સમજીને હંમેશા માટે સેવા મદદ રૂપ થઈ રહ્યા છે. વૃદ્ધાશ્રમ રહેતા લોકોને આનંદની લાગણી સ્વાઈ હતી. પ્રવાસ મુકામે લઇ જવામાં આવેલ નારી એકતા ફાઉન્ડેશનના અઘ્યક્ષ ભગવતીબેન પટેલને આશિર્વાદ આપ્યા હતા.