ગરવી તાકાત મહેસાણા : કડી માં આવેલ સિટી પાર્ક ખાતે રહેતા વિજય જીગરકુમાર પટેલ એ રાજ્ય ની અંદર અનેક જગ્યાએ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવાયો રહ્યો છે ત્યારે અનેક બાળકો તથા યુવાનો મોટી સંખ્યામાં જોડાતા હોય છે અને અનેક નાની મોટી સ્પર્ધામાં જોડાઈ ની પોતાની મહેનત થી વિજેતા બનતા હોય છે
ત્યારે કડી શહેર તથા સમગ્ર તેમના પરિવાર તથા સ્કૂલ નું પણ નામ રોશન કરતા બાળક વિજય પટેલ એ 11 માં ખેલ મહાકુંભ રાજકોટ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાનો સ્પોર્ટ ઓથોરિટી યોગાસન સ્પર્ધામાં રાજ્ય કક્ષામાં ગોલ્ડ મેડાલિસ્ટ મેળવી ને સમગ્ર કડી શહેરનું ગૌરવ વધાર્યું હતું અને સમગ્ર પરિવાર માં ખુશી ની લાગણી છવાઈ ગઈ હતી.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી