— થોળ માં બજારમાં દુકાન માં તેમજ ભાલ્થી ધરમપુરમાં ઘરમાં ચાઇનીઝ દોરી નો કરતા હતા વેપાર
— ચાઇનીઝ દોરીના કુલ 17 રીલ કી.રું.4500 ઝડપાયા
બાવલું પોલીસે કડી તાલુકાના થોળ ગામમાં અને ભાલ્થી ધરમપુરમાં ચોરી છુપી થી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો વેપાર કરતા બે ઇસમોને મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલ હવાલે કર્યા
ઉતરાયણ નું પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો વેપાર કરતા ઈસમો સામે પોલીસે લાલ આંખ કરી તેમને ઝડપી પાડવા કમર કસી છે.પોલીસ તંત્ર દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ ના જાહેરનામા ને અનુલક્ષીને ડ્રાઇવ રાખી ગેરકાયદેસર પ્રતિબંધિત ચાઇનીઝ દોરી તથા તુક્કલો નું વેચાણ કરતા ઇસમોને ઝડપી પાડવા પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે બાવલું પોલીસ દ્વારા ખાનગી બાતમીના આધારે તાલુકાના થોળ ગામમાં મેઈન બજારમાં મંડપ બાંધી પતંગ દોરા ની બનાવેલ દુકાનમાં ચાઇનીઝ દોરીનો વેપાર કરતો ઠાકોર મંજેશ રમેશજી આત્યાજી ને મોનો સ્કાય કંપનીના ચાઇનીઝ દોરીના 6 રીલ કી.1200/- સાથે ઝડપી પાડયો હતો જ્યારે બીજી બાજુ બાવલું પોલીસ નો સ્ટાફ ધરમપુર ગ્રામ પાસે પહોંચ્યો ત્યારે તેમણે ખાનગી બાતમીને આધારે રહેણાંક ઘરમાં ચાઇનીઝ દોરીનો વેપાર કરતો પટેલ બળદેવભાઈ નાનજીભાઈ ઝડપાયો હતો.તેના રહેણાંક ઘરમાંથી પોલીસે ચાઇનીઝ દોરીના 11 રીલ કી.રું.3300/- ઝડપી પાડયા હતા.
પોલીસે બંને આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
તસવિર અને આહેવાલ :જૈમિન સથવારા – કડી


