ગરવી તાકાત મહેસાણા : કડી તાલુકાના બલાસર ગામની સગીર વયની ભાણી ઉપર પોતાના પિતાએ અસહ્ય ત્રાસ ગુજાર્યો અને ઘરનું કામ ન કરતા બાળકી ને મારમારી શરીર ઉપર ડામ આપ્યા હતા અને બાળકીના મામાને માલુમ પડતા બાળકીના મામા ચાંદલોડિયા પહોંચીને બાળકીની કડી તેમજ ગાંધીનગર સિવીલ હોસ્પિટલમાં સારવાર કરાવીને બાળકીના પિતા જીતુભાઈ રબારી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી હતી
કડી તાલુકાના બલાસર ગામના જામાભાઈ હરજીભાઇ રબારી ની બહેન ના લગ્ન કડી તાલુકાના પાલડી અને હાલ અમદાવાદ ચાંદલોડિયામાં રહેતા જીતુભાઈ સાથે સમાજના રીતરિવાજ મુજબ કર્યાં હતાં પરંતુ પતિ પત્નીને મનમેળ ન આવતાં થોડાક વર્ષો અગાઉ છૂટાછેડા લીધેલ હતા અને જામાભાઇ રબારીના બહેનની ભાણી તેમના ગામ બાલાસર ખાતે રહેતી હતી અને તેમની બહેનના લગ્ન બીજી જગ્યાએ કર્યાં હતાં
— બાળકીને 3 મહિના અગાઉ પિતા તેની સાથે લઈ ગયાં હતાં :
કડી તાલુકાના બાલાસર મુકામે રહેતા જામાભાઈ રબારીને બહેનના લગ્ન વર્ષો પૂર્વે કડી તાલુકાના પાલડી ગામે કર્યાં હતાં અને તેમની બહેન અને બનેવીને મનમેળ ન આવતાં છૂટાછેડા લઈને તેમની બહેનના લગ્ન બીજા ગામ ખાતે કરવામાં આવ્યા હતા જ્યાં તેમની ભાણી તેમના ઘરે બાલાસર મુકામે રહેતી હતી અને આજથી ત્રણ મહિના પૂર્વે તેમની ભાણીનાં પિતા જીતુભાઈ રબારીને પરિવારની સમજૂતી મુજબ સોંપવામાં આવી હતી અને તેમના કુટુંબીક ભાઈ ભરતભાઈ વસ્ત્રાલ અમદાવાદ ખાતે રહેતા હતા અને તેમને ફોન કરીને કહેલું કે તમારી ભાણીને તેના પિતા અસહ્ય ત્રાસ આપે છે અને માર મારે છે જેઓ કહેતા જામાભાઈ રબારી અને પરિવારજનો ચાંદલોડિયા ખાતે તેમની ભાણીને લેવા સારૃ ગયેલા હતા પરંતુ તેમની ભાણી મળી આવી ન હતી
કડીના બલાસર ગામના જામાભાઈ તેમની ભાણી ચાંદલોડિયા ખાતે ન મળી આવતાં તેઓ બીજા દિવસે કુટુંબી સગા સંબંધીઓ સાથે ચાંદલોડિયાના ગૌતમ નગર ખાતે ગયાં હતાં પરંતુ ઘરને લોક મારેલું હોય જામાભાઈ એ પાણીના પિતા જીતુભાઈને ફોનથી જાણ કરી હતી ત્યારે જીતુભાઈએ કહેલ કે અમે પરિવાર સાથે અમારા ગામ ભાલઠી ખાતે છે તો તમે લોકો ભાલઠી આવો બાદમાં જામાભાઈ સહિતના પરિવારજનો ભાલઠી મુકામે પહોંચતા તેમની ભાણી કે પાણીના પિતા તેમજ તેમના પરિવારજનો મળી ન આવ્યાં હતાં અને જામાભાઈ એ જીતુભાઇને ફોન કરીને કહ્યું હતું કે અમને અમારી ભાણી ની ખબર અંતર પૂછી છે અને જો તે આવવા માગતી હશે તો અમે અમારી સાથે લઈ જઈશું તેમ જણાવ્યુ હતુ અને જામાભાઈ રબારી પરિવાર સાથે આખો દિવસ ભાલઠી મુકામે રહ્યાં હતાં
બલાસરના જામાભાઈ રબારીને ભાલઠી મુકામે રાત્રે અગિયાર વાગ્યા સુધી પાણીને લેવા માટે રોકાયા હતા ત્યાં તેમના સગા સંબંધી વિષ્ણુભાઈ રબારી તેમજ મેહુલભાઈ રબારી જામાભાઈ સગીરવયની ભાણીને લઈને આવ્યાં હતાં
— મામાએ ભાણીને પૂછતા ભાણી બોલતા બોલતા રડવા લાગી :
કડી તાલુકાના બલાસર ગામના જામાભાઈ રબારી સહિતના પરિવારજનો પાણીને લેવા સારૃ ભાલઠી મુકામે ગયા હતા જ્યાં તેમના સગાસંબંધીઓ રાત્રે અગિયાર વાગે પાણીને લઇને આવ્યા હતા અને ભાણી ને જોતા જ બાળકીના શરીર ઉપર ઈજાઓ થઈ હોવાનું જોયું હતું અને આંખો તેમજ શરીરના અન્ય ભાગે ઈજાઓના નિશાન જોવા મળ્યાં હતાં જ્યારે મામાએ ભાણીને પૂછતા કે આ બધું શું થયું છે તો ભાણીએ રડતા રડતા અવાજે કહ્યુ કે પપ્પા મને ઘરનું કામ કરાવતા અને ઘરનું કામ બરાબર ન કરું તો મને માર મારતા હતા તેમજ રોટલી શેકવાનો ચીપિયાથી ગરમ કરીને ડામ આપતા હતા જેવું કહેતા બાલાસરના જામાભાઈ તેમની ભાણીને તેમના ગામ કડી તાલુકાના બાલાસર ખાતે લઇ ગયેલ હતા
કડીના બલાસર ગામના જામાભાઈ તેમની ભાણીને તેમના ઘરે લઈ જઈને બીજા દિવસે તેમની ભાણી જોડેથી જાણવા મળ્યું કે મારા પપ્પા જીતુભાઈ હું જ્યારથી તેમના ઘરે ગયેલી હતી ત્યારથી રોજ મને ઘરનું કામ ન કરું તો બહુ જ મારતા હતા અને મારા ઉપર ગુસ્સે પણ થતાં હતાં તેમજ શરીરના પાછળના ભાગે ગરમ ચીપિયા વડે ડામ પણ આપતાં હતાં અને ઘણી વખત બંને પગ બાંધી ઊંધી લટકાવી માથાના ભાગે લોખંડની ફૂટપટ્ટીથી માર મારતાં હતાં અને દીવાલે માથું પણ પછાડતા હતા જેઓ કહેતા જામાભાઈ પરિવાર સાથે તેમની ભાણીને હોસ્પિટલ સારવાર માટે લઈ ગયાં હતાં
— કડી અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પાણીની સારવાર કરાવી :
કડીના બલાસર મુકામે રહેતા જામાભાઇ ની ભાણી ને પિતા જીતુભાઈ દ્વારા અસહ્ય માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતા જામાભાઈ રબારી તેમની ભાણીને પોતાના ઘરે લઈ આવીને કડી સિવિલ હોસ્પિટલ તેમજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવી હતી અને સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરી હતી
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી