— કિસાનોની મુખ્ય ત્રણ પડતર માંગણીઓ મુખ્યમંત્રી સુધી પહોચાડવા અપીલ કરી
— કડી તાલુકા કિસાન સંઘે રેલી સ્વરૂપે મામલતદાર કચેરી આવી ધરણાં કાર્યક્રમ યોજ્યો
( ખેડૂતો ની મુખ્ય ત્રણ માંગણી ) (૧) મીટર આધારીત અને હોર્શ પાવર આધારીત વીજદર માં સમાનતા લાવવી (૨) જમીન રિસરવે (૩) ખેડૂતો માટે વીજળી સર્વોદય યોજના લાગુ કરવી
ગરવી તાકાત મહેસાણા : કડી તાલુકા કિસાન સંઘે બુધવાર ના રોજ રેલી નું આયોજન કર્યું હતું.જૂના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ખેડૂત ભાઈઓ રેલી સ્વરૂપે મામલતદાર કચેરી પહોંચ્યા હતા.મામલતદાર કચેરીમાં ધરણાં કરી કડી મામલતદારને તેમની વર્ષોથી પડતર ત્રણ માંગણી ઓ ઉપર ધ્યાન આપી તેને રાજ્યના મુ
ખ્યમંત્રી સુધી પહોચાડવા અપીલ કરી હતી.

ગુજરાતમાં ખેડૂતોને વીજ પુરવઠો હોર્ષ પાવર આધારિત અને મીટર બિલ આધારીત આપવામાં આવે છે જેમાં વીજદર માં રહેલા તફાવતના કારણે ખેડૂતો ને નુકશાન વેઠવાનો સમય આવે છે જેથી કડી તાલુકા કિસાન સંઘ દ્વારા બુધવારે સવારે ખેડૂત ભાઈઓ સાથે રેલી નું આયોજન કર્યું હતું
જેમાં રેલી સ્વરૂપે તેઓ મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને ત્યાં ધરણાં કરી મામલતદાર ને આવેદનપત્ર આપી તેમના પડતર પ્રશ્નો ઉકેલવા તેમજ રાજ્યના મુખ્યમંત્રી ને તેમના પ્રશ્નો પહોચાડવા વિનંતી કરવામાં આવી હતી.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી