— સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી સર્વ વિશ્વવિદ્યાલય સંચાલિત શ્રી એમ.એમ. પટેલ ઈસ્ટિટયુટ ઓફ સાયન્સ & રિસર્ચ કોલેજના યજમાન પદે બે દિવસીય યુથ ફેસ્ટીવલની ભવ્ય ઉજવણી કરવામાં આવી :
ગરવી તાકાત મહેસાણા : યુથ ફેસ્ટીવલ સંગત-2022ને “પાવર ટુ એમપાવર”ની થીમ આધારિત વિદ્યાર્થીઓ પોતાના કલાને પ્રસ્તુત કરી. બે દિવસીય યુવા મહોત્સવની પ્રારંભિક શરૂઆત એલડીઆરપી કોલેજથી રેલીને યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ગાર્ગી રાજપરા, રજીસ્ટ્રાર ડૉ. એસ.કે. મંત્રાલા, એમ.એમ. પટેલ કોલેજના પ્રિન્સિપાલશ્રી ડૉ. કેયુર શાહ, સહિત યુનિવર્સિટી સંચાલિત વિવિધ કોલેજોના ડાયરેકટરશ્રીઓ, પ્રિન્સિપાલોએ પ્રસ્થાન કરાવ્યું હતું.
નિરસ થઈ ગયેલી ગુજરાતી ફિલ્મોમાં પ્રાણ પૂરનાર અને ગુજરાતી ફિલ્મના જાણીતા કલાકાર યશ સોનીએ દીપ પ્રાગટ્ય કરી યુથ ફેસ્ટીવલ ખુલ્લો મુક્યો હતો. પ્રસંગોચીત વકતવ્યમાં યશ સોનીએ સફળતાની ચાવી સ્વરૂપ પોતાના અનુભવો વિદ્યાર્થીઓ સાથે શેર કરતા સફળતા માટે વ્યક્તિત્વમાં સરળતા જ જીવનનો મંત્ર છે. આ સાથે વિદ્યાર્થીઓએ યશ સોની સાથે પણ પોતાના પ્રશ્નોના સવાલ કરી જીવનમાં સફળ થવા માટે જે દિશામાં ઉજ્જવળ ભવિષ્ય બનાવું છે તેમાં ખંતથી મહેનત કરવાની જરૂર છે. યશ સોનીની હાજરીથી વિદ્યાર્થીઓમાં ભારે જોશ સાથે ઉત્સાહ જોવા મળ્યો હતો. જયારે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ચેરમેન વલ્લભભાઈ એમ. પટેલે ઓનલાઈન હાજર રહીને વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, યુથ ફેસ્ટિવલએ આપના વ્યક્તિત્વને ખીલવવા માટે એક પાયાની કડી સમાન છે. અને આજનો પ્રસંગ આપના માટે યાદગાર બની રહે એવી શુભેચ્છાઓ પાઠવું છું.
આ સાથે યજમાન કોલેજના પ્રિન્સિપાલ ડૉ. કેયુર શાહે બે દિવસીય યુવક મહોત્વમાં રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટીની ૩૨ જેટલી કોલેજોના ૧૧૦૩ જેટલા વિદ્યાર્થીઓએ આ યુવક મહોત્સવમાં ૨૯ જેટલી સ્પર્ધાઓમાં પોતાની કલા પ્રસ્તુત કરશે. આ સાથે તેઓએ ભાગ લેનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
યુથ ફેસ્ટિવલનાં પ્રથમ દિવસે એક પાત્રિય અભિનય, સુંગમ-સંગીત, સમૂહ-સંગિત, ડાન્સ, કલાસિકલ ઈન્સિટયુમેન્ટ સોલો, વિગેરે થઈને ૧૯ જેટલી સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો. જયારે બીજા દિવસ વકૃતત્વ, શીધ્ર વકૃતત્વ, માઈમ, મીમિક્રિ, પોસ્ટર મેકિંગ જેવી ૧૦ સ્પર્ધાઓ યોજાઈ. કડી કેમ્પસના ખીમજીભાઈ વિસરામ હોલ ખાતે સંગત 2022નો સમાપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા ટીમોને યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ગાર્ગી રાજપરા, રજીસ્ટ્રાર ડૉ. એસ.કે. મંત્રાલા, એમ.એમ. પટેલ કોલેજના પ્રિન્સિપાલશ્રી ડૉ. કેયુર શાહ, યુથ ફેસ્ટિવલના ચીફ કૉ-ઓર્ડિનેટર ર્ડૉ. કપિલ ત્રિવેદી સહિત કોલેજના ડાયરેકટર તથા પ્રિન્સિપાલના હસ્તે મોમેન્ટો એનાયત કરવામાં આવી હતી. જયારે યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ગાર્ગી રાજપરાના હસ્તે બે દિવસી સ્પર્ધામાં મુખ્ય વિજેતા રહેલી એમ.એમ. પટેલ સાયન્સ એન્ડ રિસર્ચ કોલેજને વિજેતા ટીમની ટ્રોફી આપવામાં આવી હતી. આવતા વર્ષ ૨૦૨૩ માટે બી.પી. કોલેજ ઓફ બીઝનેશ એડ્મીનીસ્ટ્રેશન યજમાન પદે યોજાશે.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી