કડીની સંસ્કાર કન્યા વિદ્યાલય (કુ. મેઘના છાત્રાલય) રાજ્યકક્ષાની સ્કૂલ બેન્ડ સ્પર્ધામાં બીજા ક્રમે વિજેતા

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત મહેસાણા : કડી ખાતે કન્યા કેળવણી ક્ષેત્રે છેલ્લા 30 વર્ષથી ઉત્તમ કાર્ય  કરતી શ્રી ડી.પી. પટેલ અને એન. એન. વી. પટેલ સંસ્કાર વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ તાજેતરમાં ભાવનગર ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની સ્કૂલબેન્ડ હરીફાઈમાં બીજા નંબરે વિજેતા થઈ છે.
આ શાળા દર વર્ષે સ્કૂલબેન્ડ, ખેલ મહાકુંભ, કલામહાકુંભ જેવી દરેક શૈક્ષણિક અને સહઅભ્યાસકીય પ્રવૃતિઓમાં વિજેતાક્રમ પ્રાપ્ત કરે છે. સ્કૂલબેન્ડ સ્પર્ધામાં શાળાની વિદ્યાર્થીનીઓને આશરે 1,57,500 રૂપિયા જેવી માતબર રકમનો પુરષ્કાર રાજ્ય સરકાર તરફથી પ્રાપ્ત  થયેલ છે. આ સ્પર્ધા માટે શાળાના શિક્ષક ભાઈ બહેનો શ્રી રેખાબેન, શ્રી સંજયભાઈ તથા શ્રી વિજયભાઈએ કોચ તરીકે સેવા આપેલી હતી.
સંસ્થાના પ્રમુખશ્રી ભુદરભાઈ, ઉપપ્રમુખશ્રી અંબાલાલભાઈ, મનજીભાઈ, મહામંત્રીશ્રી શિવાભાઈ, મંત્રી શ્રી રમેશભાઈ, ચેરમેનશ્રી દયાલજીભાઈ, જીવણભાઈ, ગણેશભાઈ તથા ડાયરેક્ટરશ્રી કમલેશભાઈ તથા સમગ્ર ટ્રસ્ટ પરિવારે વિદ્યાર્થીની બહેનો, કોચ અને આચાર્યા શ્રી અંજનાબેનને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવેલ હતી.
તસવિર અને અહેવાલ  : જૈમિન સથવારા – કડી
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.