ગરવી તાકાત મહેસાણા : કડી RTE સેવા સમિતિ આયોજિત કડી શહેર અને તાલુકાની જનતા માટે વિનામૂલ્યે આધાર કાર્ડ મા નામ, સરનામું, જન્મતારીખ મા સુધારા માટેનો MG CSC CENTER પર કાર્યક્રમ યોજાયો. લોકોને આધારકાર્ડ મા પડતી હાલાકી માટે માર્ગદર્શન તેમજ પુરાવા અંગે માહિતગાર કરવામાં આવ્યા.
— સરકાર શ્રીના આવતી અલગ -અલગ યોજનાને માહીતી આપી માર્ગદર્શન આપવામાં આવ્યું. :
કડી RTE સેવા સમિતિ આયોજીત કાર્યકમ મા તન -મન થી મહેનત કરી લોકોને મદદરૂપ થનાર શ્રી ઘાંચી તોફીક કડુજીવાલા, શ્રી મોહીદ ઘાંચી, શ્રી સોયબ કાદરભાઈ ઘાંચીની મહેનત થી કાર્યક્રમની સફળ બનાવ્યો, અને વિશાળ સંખ્યામાં લાભાર્થી એ લાભ મેળવ્યો.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી