કડી પોલીસ ની બૂટલેગરો ઉપર તવાઈ બોલાવી કુલ 93,785 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત મહેસાણા : કડી શહેર માં ગણા સમય થી બૂટલેગરો ની હેરાફેરી વધી રહી છે ત્યારે આવી ગેરકાયદેસર પ્રવુતિ ને અટકાવવા માટે કડી પોલિસ ના કર્મચારીઓ પણ જાણે એક્શન મોડમાં આવી ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે કડી પોલિસ ના કર્મચારીઓ પેટ્રોલીંગ હતા તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળતા
કે એક સી.એન.જી. રિક્ષા નંબર GJ 02 YY 6141 ચાલક પોતાની રિક્ષામાં દંતાણી રોહિતભાઈ બચુભાઈ રહે લક્ષ્મીપુરા, દંતાણી વાસ જે રિક્ષામાં વિમલના કોથળામાં પેક કરી ગેરકાયદેસર પાસ પરમીટ વગરનો વીદેશી દારૂ રાખી જોટાણા રોડ પાંચ લીંબડી થઈ બજારમાં થઈ કડી શાકમાર્કેટ તરફ આવી રહી હતી તે દરમ્યાન બાતમી ની તપાસ ના આધારે ત્યાં તપાસ સારું ઉભા હતા ત્યારે રિક્ષા નંબર તપાસ કરતા તે રિક્ષા નીકળતા તે રિક્ષા ચાલકને ઉભા રાખતા સિટ ના પાછડ ના ભાગે તપાસ કરતા ત્યાં કોથળા માં દારૂ ની પેટી ભરેલ હતી.
ઠાકોર મનુજી ઉર્ફે મનોજ રમેશજી રહે આદુંદરા પોતાની સી.એન.જી. રિક્ષા GJ 02 YY 6141 કિંમત રૂપિયા 75,000/- દંતાણી રોહિતકુમાર બચુભાઈ રહે લક્ષ્મીપુરા ઘરેથી બે વીમલના થેલામાં ગેરકાયદેસર પાસ પરમીટ વગરનો વીદેશી દારૂ મેક ડોનલ્સ તથા છૂટક બોટલ નંગ 21 જેની કિંમત 9,240/- ગોલ્ડન કલેક્શન વિહસ્કી બોટલ નંગ 9 જેની કિંમત 4,545/- મળી કુલ બોટલ નંગ 30 જેની કુલ કિંમત 13,785/- નો મુદ્દામાલ ભરી ઠાકોર ચિરાગ તલાજી રહે કડી મલ્લાહારપુરા વાળો હાજર મળી ન હોઈ જે થી તમામ મુદ્દામાલ જપ્ત કરી ત્રણ ઈસમો સામે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.