કડી પોલીસ સ્ટેશનના પી.આઇ. ધર્મિષ્ઠાબેન ગોસ્વામી ની એ.સી.બી માં બદલી થતાં વિદાય સમારંભ યોજાયો

શેર કરવા અહીં ક્લિક કરો.

— કડી પોલીસ સ્ટેશન ખાતે છેલ્લાં દોઢ વર્ષ થી ફરજ બજાવતા હતા. વિદાય સમારંભ માં ધર્મિષ્ઠાબેન ગોસ્વામી ભાવુક બન્યા :

ગરવી તાકાત મહેસાણા :  ગુજરાત રાજ્ય માં હાલ વિધાનસભા ચુંટણી પહેલા ગુજરાત સરકાર પોલીસ તંત્રમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમાં એક સાથે અનેક પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી કરવામાં આવી છે. છેલ્લા વધુ સમયથી એક જ જગ્યાએ રહેતા પોલીસ કર્મચારીઓ ની બદલી કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.જેના માટે ગૃહ વિભાગ દ્ધારા રાજ્યની અંદર થી અનેક જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી કરી નાખવામાં આવી હતી.
કડી માં પી.આઇ.ડી.બી ગોસ્વામી ની અનેક પ્રકારની સરાહનિય કામગીરી જોવા મળી છે. કડી માં ક્રાઇમ રેશિયો એટલી હદે વધી ગયો છે કે કડી પોલિસ સ્ટેશન ના પી.આઇ ડી.બી. ગોસ્વામીએ આવા ગુનેગારો ને સબક શીખવાડવા અનેક વાર લાલ આંખ કરી ચૂક્યા છે અને આવા અનેક ગુનેગારોને જેલ ના હવાલે પણ ધકેલી દેવામાં આવ્યા હતા.સાથે સાથે કડી વિસ્તારમાં ચોરી, લૂંટ, મારામરી,હત્યા,અનેક ગુન્હા ઓ વારંવાર પી.આઇ. ના પડકાર સમાન આવ્યા છે પરંતુ પી.આઇ.ડી.બી. ગોસ્વામી એ આવા અનેક પડકારોને ગંભીરતા પૂર્વક તેને નાના માં નાની વાત સમજી અને ચોક્કસ પ્રમાણ માં બાબતો ને ધ્યાનમાં રાખીને અનેક ગુનેગારો ની સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
કડી પોલીસ સ્ટેશન ના પી. આઈ ડી.બી. ગોસ્વામી દ્ધારા અનેક સંસ્થાઓ સાથે જોડાઇ ભાગ રૂપે જોડાતાં હતા. કડી ના પી.આઇ ડી.બી. ગોસ્વામી દ્ધારા શહેર તથા તાલુકામાં કાયદો વ્યવસ્થા જાળવવામાં તેઓ સફળ રહ્યાં છે. અનેક ચોરી, લૂંટ ,હત્યા ના અનેક ગુન્હાઓ ગણતરી ના કલાકો તથા ગણતરીના દિવસોમાં ઉકેલી નાખી  સરાહનિય કામગીરી જોવા મળી હતી.અને છેલ્લા દોઢ વર્ષથી  કડી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવી ને પી.આઇ ડી.બી. ગોસ્વામી ને  એ.સી.બી.ખાતે બદલી કરવામાં આવી હતી. ખુબ ખુબ આગળ પ્રગતિ કરતા રહે તેવી સૌ લોકોએ શુભેચ્છા પાઠવવા માં આવી હતી.
કડી પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા  ધર્મિષ્ઠાબેન ગોસ્વામી નો વિદાય સમારંભ યોજાયો હતો.જેમાં પી.આઇ દરેક પોલીસકર્મીઓનો સાથ અને સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસકર્મીઓ એ નારિયેળ અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. પી.આઇ ના વિદાય સમારંભ પોલીસકર્મીઓ એ ગુલાબની પાંદડીઓ ની વર્ષા કરી હતી. તે દરમ્યાન પી.આઇ ધર્મિષ્ઠાબેન ગોસ્વામી ભાવુક બની ગયા હતા.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી 
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.