કડી પોલીસે કારમાં વિદેશી શરાબનો જથ્થો ભરીને બેઠેલા શખ્સને ઝડપી પાડ્યોં
ગરવી તાકાત, કડી તા. 22- કડી તાલુકાના દેવગઢ રામજી મંદિર પાસેથી વિદેશી શરાબનો જથ્થો ભરેલી કારમાંથી કડી પોલીસેે વિવિધ બ્રાન્ડનો રૂપિયા 2,35,620 કિંમતનો વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યોં હતો. જયારે કારમાં વિદેશી શરાબ ભરીને બેઠેલા એક શખ્સને ઝડપી કડી પલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કડી પોલીસ પ્રોહિબિશન તેમજ જુગાર લગત કામગીરીમાં ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. જે દરમિયાન રણછોડપુરા ગામ નજીક પહોંચતા ખાનગી માહિતી મળી હતી કે, દેવગઢ ગામે આવેલા રામજી મંદિરની પાસે એક કાર પડી છે અને જેમાં વિદેશી શરાબનો જથ્થો સંતાડેલો છે. જે આધારે અલગ અલગ ટીમો બનાવીને સ્ટાફના માણસોએ રેડ કરતા ઇનોવા ગાડી વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાઈ ચુકી હતી. કડીના દેવગઢ ગામે રામજી મંદિર પાસે વિદેશી દારૂની બોટલો ભરેલી ગાડી કોર્નર કરીને પોલીસે ઝડપી પાડી હતી. તેમજ પોલીસે ડ્રાઇવરની સીટ ઉપર બેઠેલા કિર્તીજી ઠાકોરની ધરપકડ કરી હતી. તેમજ વિદેશી દારૂના જથ્થા બાબતે પૂછતા તેણે પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે, આ દારૂ ઠાકોર વિજય મંગલસિંહ અને રાજેન્દ્રસિંહે તેને સાચવવા માટે આપ્યો હતો.
તેના બદલામાં ઉપરોક્ત ત્રણેય ઈસમો ગાડી દારૂ ભરેલી સાચવવા માટે પૈસા આપવાના હતા. જ્યાં પૈસાની લાલચે કીર્તિએ ગાડી સાચવી હતી અને પોલીસ આવી પહોંચી રેડ કરીને ઇનોવા ગાડી નંબર GJ-25-A-1363માંથી અલગ અલગ બ્રાન્ડની 50,016 જેની કિંમત રૂપિયા 2,35,620 જપ્ત કરી હતી. પોલીસે ઇનોવા ગાડી તેમજ વિદેશી દારૂના જથ્થા સાથે કુલ રૂપિયા 7,40,660 મુદ્દામાલ કબજે કરી 4 વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો અન્ય ત્રણ ઈસમોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.