કડી તાલુકામાં વધી રહેલા જુગાર પ્રોહીબિશનના કેસો ઉપર અંકુશ લાવવા માટે જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આપવામાં આવેલી સુચના ના અનુસંધાનમાં સ્થાનીક પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેને લઇને પોલીસે પેટ્રોલીંગ શરૂ કરતાં પોલીસને તે સમયે ખાનગીમાં બાતમી મળી હતી કે, તાલુકાના છત્રાલ રોડ ઉપર અશ્વમેઘ કોમ્પલેક્ષની પાછળ ખુલ્લી જગ્યાએ કેટલાક લોકો ભેગા થઇને જુગાર રમી રહયા છે. જેની પોલીસે તપાસ કરી રેઇડ કરતા જુગાર રમતા પાંચ જુગારીયા ઓને સ્થળ ઉપરથી જુગાર રમતા ઝડપાયા હતા. આ સીવાય પણ અન્ય સ્થળે થી 11 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો – દરવર્ષે તુટતો કડીના થોળ અંડરબ્રિજનો હાઇવે બન્યો અકસ્માત ઝોન – રોડ કોન્ટ્રાકટર અને અધિકારીઓની મીલીભગત !
આ અંગેની મળતી માહીતી મુજબ તાલુકાની સ્થાનીક પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમ્યાન ખાનગીમાં બાતમી મળી હતી છત્રાલ રોડ અશ્વમેઘ કોમ્પ્લેક્ષની પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો ભેગા મળીને પોતાના આર્થીક ફાયદાઓ માટે જુગાર રમી રહયા છે. જેની પોલીસે હકીકત મેળવિ તપાસ કરી રેડ કરતા સ્થળ ઉપરથી જુગાર રમતા હતા સાથે સાથે કડીના આલુસણા ગામમાંથી 5 જુગારીઓ ઝડપાયા હતાં, ત્યાર બાદ કડી ના કુંડાળ રાવળ વાસ માંથી 6 જુગારીઓ ઝડપી પાડયા હતા. આમ અલગ અલગ સ્થળેથી આરોપીની અટકાયત કરી તેમની પાસેથી કુલ 1,46,040 રૂપીયાનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.
છત્રાલ રોડ પરથી ઝડપાયેલ જુગારીઓના નામ, જપ્ત કરાયેલ મુદ્દામાલ
- પટેલ દર્શન ભાઈ મુકેશભાઈ, રહે 2/101 ઉમા શિખર કડી તા કડી
- પટેલ દિવ્યાંગ ભાઈ જ્યંતી ભાઈ, રહે 285/2 વૃંદાવન ઘાટલોડીયા અમદાવાદ
- પ્રજાપતિ આસીત ભાઈ ભરતભાઇ, રહે મંગલમુર્તિ સોસાયટી કડી
- પટેલ અંકીત ભાઈ ગૌતમ ભાઈ, રહે પટેલ વાસ ડાંગરવા ચુવાળ દેત્રોજ અમદાવાદ
- પટેલ રવિ સુરેશભાઈ 24/મંગલમુર્તિ સોસાયટી કડીને, જડપી લઈ સ્થળે થી રોકડ રૂપિયા 94500/તેમજ દાવ પરથી રૂ 1500/- તેમજ મોબાઇલ નગ .6 ની કિંમત 31000/-. કુલ 127000/નો કુલ મુદ્દામાલ જપ્ત
આલુસણા ગામથી ઝડપાયેલ જુગારીઓના નામ, જપ્ત કરાયેલ મુદ્દામાલ
- ઠાકોર દાદુજી સોમાજી રહે ઠાકોર વાસ, આલુસણા ગામ,કડી
- ઠાકોર અર્જૂનજી બેચરજી રહે ઠાકોર વાસ, આલુસણા ગામ,કડી
- ઠાકોર લાલાજી મંગાજી રહે ઠાકોર વાસ, આલુસણા ગામ,કડી
- ઠાકોર નરેશજી ગફુરજી રહે ઠાકોર વાસ, આલુસણા ગામ,કડી
- બોડાણા અર્જુનસિંહ અજીતસિંહ રહે ગરાસીયા વાસ, વિરસોડા, મહેસાણા, જુગાર રેડ દરમ્યાન 3010/- રોકડ રકમ 580/- મોબાઇલ નંગ- 4 કિ.12,500 કુલ મળી 16,090 મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
કુંડાળ ગામથી ઝડપાયેલ જુગારીઓના નામ, જપ્ત કરાયેલ મુદ્દામાલ
- રાવળ રમેશભાઈ બોધાભાઇ
- રાવળ રમેશભાઈ પુંજાભાઇ
- રાવળ અંકિતભાઈ જગદીશભાઈ
- રાવળ અરવિંદભાઈ રામભાઇ
- રાવળ કાન્તિભાઇ જેણાભાઈ
- રાવળ ખોડાભાઈ મોતીભાઈ,રહે તમામ રાવળ વાસ, કુંડાળ, કડીને જડપી પાડેલ કુલ રોકડ રૂપિયા મુદ્દામાલ 2950/- ઝડપી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.