કડી આજ રોજ કડી ના અલદેસણ રોડ પર ખેતરના ખરાબમાં કડી પોલીસે પાચં વર્ષમા પકડેલ ભારતીય વિદેશી દારૂ ની બોટલો નંગ ૫૮,૪૧૭ કિમત કુલ અંદાજે મુદ્દામાલ ૧,૧૭૦,૩૩૩૦ પર બુલડોઝર ફેરવી નાખતા પ્યાસીઓના “જીવ બળી ને ખાખ” થયા હતા. પોલીસની 30 ડિસેમ્બરે બપોરેના અંદાજે ૩ વાગે કરેલ અસરકારક કામગીરી. કડીમાં પાંચ વર્ષ પહેલાં પકડાયેલ લાખો રૂપીયાનો વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફેરવી નખાયુ હતુ. કડી પોલીસ બુટલેગર ઉપર ખાસ વોચ ગોઠવી રાખી છે. કડી શહેરના વિસ્તારો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે.
D.y.s. p.એ બી વાણંદ મામલતદાર. મહેશગીરી ગોસ્વામી કડી પોલીસ સ્ટેશન ના પી.આઈ પી.એ. પરમાર તેમજ પોલીસ સ્ટેશન સ્ટાફના અધિકારીઓની દેખરેખ નીચે કાર્યવાહી હાથ ધરાઈ હતી.