ગરવી તાકાત મહેસાણા : વિશ્વ હિન્દુ પરિષદ કડી, જેસીઆઈ કડી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ડાહ્યાભાઈ પી.પટેલ વિદ્યા સંકુલ કડી દ્વારા વિદ્યાર્થીઓ માટે યોગ્ય કારકિર્દી બનાવવા માટે ઉત્તમ સેમિનારનું સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં ટ્રેનર શ્રી ચૈતન્ય આર. પટેલ દ્વારા કારકિર્દી ને લગતી તમામ માહિતી પીરસી.
આ કાર્યક્રમમાં અમૃત વિદ્યા સંકુલ, ડાહ્યાભાઈ પી. પટેલ વિદ્યા સંકુલના ટ્રસ્ટી મંત્રી શ્રી હીમાંશુભાઈ ખમારે હાજરી આપી બધાને પ્રોત્સાહિત કર્યા, વિશ્વ હિંદુ પરિષદ મહેસાણા જિલ્લા ના અધ્યક્ષ શ્રી દિનેશભાઇ પટેલ,જેસીઆઈ કડી ચેરીટેબલ ટ્રસ્ટ કડી ના ઉત્સાહી પ્રમુખ જેસી જતીનભાઈ પટેલ (જે.પી.), જેસીઆઈ કડી ના પૂર્વ ઝોન ઓફિસર, પૂર્વ કોર્પોરેટર શ્રીમતી અલ્પાબેન આચાર્ય, જેસીઆઈ કડી ના સેક્રેટરી જેસી જીતેન્દ્રભાઈ ઝાલા ઉપસ્થિત રહ્યા.
વિશ્વ હિન્દુ પરિષદ કડી ના ઉપપ્રમુખ શ્રી રુદ્રભાઈ જોશી એ ખૂબ મહેનત કરી કાર્યક્રમ ને સફળ બનાવ્યો, પરિષદ માંથી નિરવભાઈ નાયક, આકાશભાઈ અને દિનેશભાઇ તથા કડી માંથી વિદ્યાર્થીઓ અને વાલીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા તમામ મહેમાનો એ કાર્યક્રમ માં ઉપસ્થિત રહી શોભા વધારી તે બદલ વિશ્વ હિન્દુ પરિષદે સૌનો આભાર માન્યો.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી