કડી ધારાસભ્યના ગામ નગરાસણ કેનાલની પાસે ખૂલ્લેઆમ ખનન માફીયાઓની હેરાફેરી -અધિકારીઓ પણ તોડ કરી આવ્યા ?

શેર કરવા અહીં ક્લિક કરો.
કડી તાલુકામાં તથા આજુ બાજુના ગામડાઓમાં થોડા સમયથી મોટા પાયે ખનન ચોરીની બૂમ રાડ ઉઠી છે. ત્યારે થોડા સમય પહેલા કડી તાલુકાના અચરાસણ ગામમાં સ્મશાન ગૃહની જમીનમાંથી ભૂમાફિયાઓ રેતી ચોરીની ધટના સામે આવી હતી.  આ રેતી ચોરીના આરોપી હજુ સુધી સામે આવ્યા નથી. એવામાં કડીના ધારાસભ્યના નગરાસણના ગામની સીમ માંથી પસાર થતી નર્મદા કેનાલની બાજુની જગ્યામાં  ધોળા દિવસે ખુલ્લેઆમ મોટા પાયે ભૂમાફિયાઓ આ જમીન માંથી ખનન ચોરી કરી રહ્યા છે. સાથે સાથે તે જમીન ઉપર જે ઘટાદાર વૃક્ષો છે તેમને પણ તે ખનન ચોરીને કારણે નડતર રૂપ થતા તમામ નાના – મોટા વૃક્ષો કાપી નાખવામાં આવે છે.  તે જગ્યા પરથી મોટા મોટા રેતીના ટરબા ભરીને રેતીનુ  બારો-બારિયું કરવામાં આવ્યું રહ્યું છે.
 
એક તરફ કોરોના મહામારીને કારણે જે ઓકસીજનની અછત ઊભી થઇ હતી. સૌ લોકોને આ ઓકસીજન જરૂર પડતી હતી ત્યારે આમ થી તેમ ભટકવું પડ્યું હતું, સૌ લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા ત્યારે લોકોને આ ઓકસીજનની કિંમત સમજમાં આવી હતી. ત્યારે  કડીના અધિકારીઓ ખાલીખમ દેખાવ કરવાના બહાને ઠેર ઠેર વૃક્ષા રોપણ કાર્યક્રમ કરી રહ્યા હતા.  કડીના અધિકારીઓને જે ભૂમાફિયાઓ પોતાના આર્થિક ફાયદા અનુસાર જે વૃક્ષો કાપીને તેમાંથી ખનન ચોરી કરી રહ્યા છે, તે અંગે કેમ કોઈ પગલા નથી ભરી રહ્યા? કે પછી કડીના લોભિયા અધિકારીએ – ભૂમાફિયાઓ સાથે ભાઈચારો નિભાવી રહ્યા છે તેવા સવાલો ઉઠી રહ્યા છે. 
 
સ્થાનિક પ્રશાસન વિભાગની રહેમ નજર હેઠળ ગેરકાયેદસર રોયલ્ટી અને પાસ પરમીટ વગર ધોળા દિવસે મોટા ટરબા ભરીને રેતીનું ખનન થઈ રહ્યું છે. કડીનું પ્રશાસન મૂક પ્રેક્ષક બનીને બેસી રહ્યું છે અને આવા ખનનકારો સામે કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી રહી. જેને લઇને અહીંની પ્રકૃતિને પણ ભારે નુકશાન થઈ રહેલું જોવા મળી રહ્યું છે. કડીમાં ખનન મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે. એવામાં જ્યારે કાયદાની ઐસી તૈસી કરી બેફામ ખનન કરી રહેલા રેત ચોરો બેફામ બન્યા છે ત્યારે આવનાર દિવસોમાં આ રેત ચોરો પર કાયદાની લગામ કસવામાં નહિ આવે તો આવી કેટલીયે જમીનોમાં કણ કણ માટે  ફાંફા પડશે અને પ્રકૃતિને પણ ભારે નુકશાન થાય તેમાં કોઈ જ નવાઈ નથી.
 

જયારે આ બાબતે કડીના મામલતદાર સાહેબ મહેશગીરી ગોસ્વામીને આ ખનન ચોરી બાબતે પુછવામાં આવતા તેમણે જવાબદારી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ઉપર ઢોળી દીધી હતી.

કડીના નગરાસણ ગામનાં સરપંચના ભાઈ પોતે આ ખનન ચોરીમાં હાથમાં હાથ મિલાવીને કામ કરી રહ્યા છે.  આ બાબતે ચોરી થઈ રહેલ જમીનની જગ્યા બાબતે પૂછતા તેમણે પોતાની જમીન હોવાનુ જણાવ્યુ હતુ. પરંતુ  ખનન ચોરી બાબતે ટેલીફોનીક વાત કરતા પોતે કબૂલાત કરી છે કે આ ખનન બાબતે અમે કોઈ પણ જાતની પરમિશન લીધી નથી. પંરતુ આગામી સમયમાં અમો પરમિશન લઇ લેશું તેમ જણાવ્યુ હતુ. 

વન વિભાગના અધિકારીઓ  પણ સ્થળે પહોંચી તોડ કરી આવ્યા ?

આ અંગે અમે વધુ વિગતો મેળવવા ખનની જમીન માલીકનો સંપર્ક કર્યો તો તેઓએ જણાવ્યુ હતુ કે, તેઓ RFO માં નર્મદા કેનાલ વિભાગમાં કામ કરી રહ્યા છે. ત્યારે આ ગેરકાયદેસર ખનનમાં વન વિભાગ પણ સંડોવાયેલુ છે તેવા સવાલો ઉઠી રહ્યા છે. કેમ કે આ ગેરકાયદેસર ખનનમાં નડતરરૂપ વૃક્ષોનુ પણ નીંકદન કાઢવામાં આવી રહ્યુ છે. તેમ છતાં વન વિભાગના અધિકારીઓ આ બાબતે કોઈ પગલા ભરી નથી રહ્યા. સુત્રો દ્વારા એમ પણ જાણવા મળ્યુ છે કે, કડીના વન વિભાગના અધિકારીઓ ગેરકાયદેસર ચાલતા ખનનના સ્થળે 5000 રૂપીયાનો તોડ કરી આવ્યા છે. જેથી તેમની રહેમ નજર હેઠળ ખુલ્લેઆમ આ ગેરકાયદેસર ખનન ચાલી રહ્યુ છે. જ્યારે આ ગેરકાયદેસર ખનનમાં વન વિભાગના અધિકારીઓ પણ સંડોવણી સામે આવી રહી છે ત્યારે વન વિભાગ પણ આ મામલે કોઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે કે કેમ ?
 

કડીના અધિકારીઓ ખનન માફીયા સાથે હાથમાં હાથ મિલાવીને ગજવા ભરી રહ્યા છે

કડીમાં ખનનકારો જાણે પોતાના આર્થિક ફાયદા અનુસાર રાતો રાત કરોડપતિ બનવાના સપના જોઇને આવી પડતર જમીન ઉપરથી આડેધડ વૃક્ષોનું છેદન કરીને મસ મોટા ટરબા ભરીને રેતી ચોરી કરી રહ્યા છે.  કડીના લોભિયા અધિકારીઓ આવા ખનનકારો સાથે હાથમાં હાથ મિલાવીને જાણે ભાગીદારી નિભાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. 
 
મહેસાણા જિલ્લાની અંદર આવેલ નવ નિયુક્ત યુવાન કલેકટર ઉદિત અગ્રવાલને વિનંતી કરવામાં આવે છે કે, જે કડી તાલુકા તથા આજુ બાજુના ગામડાઓમાં સરેઆમ ખનનમાફીયાઓ રેતી ચોરી કરી રહ્યા છે તેમની સામે કડક માં કડક કાર્યવાહી કરે અને આ દરમ્યાન  જે પ્રકૃતિ ને નુકસાન પહોંચાડી રહ્યા છે તે પણ બંધ કરવામાં આવે તેવી સૌ લોકોની માંગણી ઉઠી છે.  ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ  વન વિભાગને નુકશાન પહોંચાડીને  ભૂમાફિયાઓ બેફામ બની રહ્યા છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે.  આગામી સમયમાં કડીના ખનનમાફીયાઓ વિરૂ્ધ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવે તો બીજા ઘણા બધા ખનન માફીયાઓ ચોરી કરી રહ્યા છે તેમનો પણ એહવાલ આગામી સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.