જૈમિન સથવારા : કડી તાલુકા પોલીસે બાતમી આધારે થોડમલપુરા ગામની સીમમાંથી વિદેશી દારૂ નું કટિંગ થતું હોવાની બાતમી મળતા પોલીસે બાતમી વાળી જગ્યા પર રેડ મારી હતી જોકે પોલીસે રેડ દરમિયાન કોઈ આરોપી ના મળી આવતા માત્ર મુદ્દામાલ જ હાથ લાગ્યો હતો હાલમાં પોલીસે 8 લાખથી વધુની કિંમત નો વિદેશી દારૂ ઝપ્ત કર્યી છે
કડી તાલુકા સહીત શહેરના અનેક વિસ્તારોમાં મોટા પ્રમાણેમાં વિદેશી દારૂનું વેચાણ ધમધોકાટ ચાલી રહ્યું છે. ત્યારે વધુ એક વિદેશી દારૂનું કટિંગ થતી જગ્યા પર પોલીસે રેડ મારી વિદેશી દારૂ ઝડપયો છે. કડી તાલુકામાં આવેલ થોડમલપુરા ગામની સીમમાં ઘનશ્યામ પટેલ નામનો ઈસમ પોતાના તબેલામાં આવેલી ઓરડીમાં ટ્રકમાંથી દારૂ ઉતારી રહ્યાની બાતમી કડી પોલીસને મળી હતી. પોલીસે બાતમીવાળા સ્થળે રેડ મારી ત્યારે કોઈ ઈસમ હજાર નહોતો. જોકે બાતમી આપનાર ઇસમે પોલીસને એવી જાણ કરી હતી કે ટ્રકમાંથી વિદેશી દારૂનું કટિંગ હાલમાં ચાલુ છે. જ્યારે પોલીસ દ્વારા રેડ મારવામાં આવી ત્યારે એક પણ ઈસમ મળી ના આવતા ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે કટિંગ કરનાર ઈસમો પોલીસના આવ્યા પહેલા કેવી રીતે ભાગ્યો અને પોલીસ અંગે જાણ કોણે કરી એ પણ એક તપાસનો વિષય બન્યો છે.
જોકે કડી પોલીસે હલમતો માત્ર RJ-15-GA-0586 નંબરની ટ્રક જેની કિંમત 10 લાખ અને 6092 વિદેશી દારૂની બોટલો જેની કિંમત 8,45,636 મળી કુલ 18,45,636 નો મુદ્દામાલ ઝપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
જોકે તપાસ નો વિષય એ છે કે સદર આરોપી કેટલા સમયથી વિદેશી દારૂના વ્યવસાય સાથે જોડાયેલો છે, આ વિદેશી દારૂનું કટિંગ કરી કોણે ક્યાં અને કેટલો દારૂ પહોંચતો કરવાનો છે એ તમામ વિગતો હવે આરોપીઓ ઝડપાયા બાદ જ પોલીસ તપાસમાં સામે આવી શકશે.