કડીમાં રાત્રે બાર વાગ્યેના ટકોરે ઠેર ઠેર કૃષ્ણજન્મોત્સવ ઉજવ્યો : મેઘરાજાએ પણ અમી છાંટણા વરસાવ્યા !

શેર કરવા અહીં ક્લિક કરો.
નંદ ઘરે આનંદ ભયો..જય કનૈયાલાલ કી..ના નાદ સાથે કડી ના દરેક વિસ્તાર, અને ગામોમાં આવેલા મંદિરોમાં ભાવિકોની હાજરીમાં કૃષ્ણજન્મોત્સવની ઉજવણી કરવામાં આવી 
 
કડીમાં કૃષ્ણજન્મોત્સવ દરમિયાન જ રાત્રીના 12 વાગ્યે મેઘરાજાએ પણ અમી છાંટણા વરસાવતા આનંદની લાગણી અનુવતા ભાવિકો : હવે મેઘરાજા મન મુકીને વરસે તેવી ભક્તોએ કરી પ્રાર્થના..
 
જન્માષ્ટમીના તેહવારની કડીવાસીઓ દિવસભર ઉજવણી કર્યા બાદ રાત્રીના 12 વાગ્યે નંદ ઘરે આનંદ ભયો..જય કનૈયા લાલ કી..ના નાદ સાથે કડીના દરેક વિસ્તાર, અને ગામોમાં આવેલા મંદિરોમાં ભાવિકોની હાજરીમાં કૃષ્ણજન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
 

આ  પણ વાંચો – ડ્રાયવરને ઝોકુ આવતા પાલનપુરના બાદરપુરા પાટીયા નજીક કેરીઓ ભરીને જતું પીકઅપ ડાલુ પલ્ટી મારી ગયુ

મંદિરોમાં આરતી, પૂજા પાઠ સહિતના ધાર્મિક વિધિ સાથે કાન્હાના જન્મના હર્ષભેર વધામણાં મધ્ય રાત્રીના કરવામાં આવ્યા હતા. ભાવિ ભક્તો દ્વારા પૂજા અર્ચના અને આરતી સાથે ઢોલ નગારા વગાડવાની સાથે ફટાકડા પણ ફોડીને કૃષ્ણજન્મોત્સવની ઉજવણી કરી હતી. આ સાથે જેની લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે તે મેઘરાજાએ પણ કડીમાં કૃષ્ણજન્મોત્સવ દરમિયાન જ રાત્રીના 12 વાગ્યે અમી છાંટણા વરસાવતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. અને જગતના નાથના જન્મના વધામણાં સાથે તેઓ પાસે સારા વરસાદની પણ મનોકામનાઓ કરી હતી.કડીમાં ઠેર ઠેર મંદિરોમાં ભગવાન શણગાર થી અનેક રૂપ લોકોને જોવા મળ્યા હતા.અને  જન્માષ્ટમીને અનુરૂપ ભગવાનનો આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો. જેના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી.
 
કડીમાં આવેલ ધંનજય વિલા સોસાયટી પરીવાર અને નારી એકતા ફાઉન્ડેશન દ્વારા જન્માષ્ટમી ની ભવ્ય ઉજવણી સાથે મળી ને કરવામાં આવી હતી. અને સોસાયટી ના નાના બાળક અને બાળકી દ્ધારા ભગવાન કુર્ષ્ણ અને રાધા બની ને લોકોનું આકર્ષક કેન્દ્ર બન્યું હતું. અને નાના નાના બાળકો માં ખુશી ની લાગણી છવાઇ ગઇ હતી.
 
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.