— મજૂરોને પગાર ચૂકવવાનો હોવાથી તેના કોન્ટ્રાક્ટરે પૈસા આપ્યા હતા :
— કોન્ટ્રાકટર ને છરી મારી 4 લાખ લૂંટીને ફરાર થયેલા બાઇકસવાર નજીક ની દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ :
ગરવી તાકાત મહેસાણા : કડી છત્રાલ રોડ ઉપર પૂર્ણિમા હોટલ થી આગળ કોન્ટ્રાકટર મજૂરોને પગાર ચૂકવવાના 4 લાખ રૂપિયા બેગમાં મૂકી ચાલતો જઈ રહ્યો હતો ત્યારે પાછળથી આવેલા 2 બાઈક સવારે કોન્ટ્રાકટર ને છરીના ઘા મારી 4 લાખ લૂંટી ને ફરાર થઈ ગયા હતા.બુધવારે બનેલી ઘટનાથી પોલીસ આરોપીઓને ઝડપી પાડવા દોડતી થઈ ગયી હોવાનું જોવા મળી રહ્યું છે.
— કોન્ટ્રાકટર ને છરીના ઘા મારી લૂંટી લેનાર બે બાઇકસવાર ઈસમો નજીક ની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે જેથી પોલીસે તેને આધારે તેમને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.
મહેસાણા જીલ્લાનું કડી કોટન હબ તરીકે ઓળખાય છે કડીમાં આવેલ જીઆઇડીસી માં મોટા મોટા ઔધોગિક એકમો આવેલા છે.થોડા સમય થી શાંત રહેલ કડી માં ગુનેગારોએ ફરીથી માથું ઊંચક્યું હોવાનું દેખાયી રહ્યું છે.બોરના સમયે ઇસમને છરીના ઘા મારી લૂંટી લેવાયા ની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે. ઘટનાની વિગત અનુસાર કડી છત્રાલ રોડ ઉપર આવેલ શેરા કંપનીમાં કોન્ટ્રાકટર તરીકે કામ કરતા અનુજકુમાર કેશવપ્રસાદ સિંગ તેની ફરજ પૂર્ણ કરી તેના ઘેર જઈ સૂઈ રહેલ હતા ત્યારે તેમાં તેમના મુખ્ય કોન્ટ્રાકટર વિષ્ણુભાઈ અશોકભાઈ ફળદુ ને મોબાઈલ થી ફોન કરી બાબુલાલ ની દુકાન આગળ બોલાવી પ્લાસ્ટિક ની બેગમાં મજૂરોને પગાર પેટે ચૂકવવાના થતા 4 લાખ રૂપિયા આપ્યા હતા જે તેમની સ્કુલબેગ માં મૂકી અનુંજકુમાર ચાલી ને તેમના રહેણાંક હાઇટેન્શન કોલોનીમાં જવા નીકળ્યા હતા
ત્યારે પૂર્ણિમા હોટલ થી થોડા આગળ કડી બાજુ પાછલ થી આવેલા નંબર પ્લેટ ઉપર 42 લખેલ મોટર સાયકલ તેમની જોડે આવી તેમાં બેઠેલા એક ઈસમે તેમને છરી ના ઘા મારી 4 લાખ ભરેલ રોકડ વાળી સ્કુલબેગ લઈ ફરાર થઈ ગયા હતા.જેથી છરી ના ઘા વાગવાથી ઈજાગ્રસ્ત હાલતમાં રહેલ કોન્ટ્રાકટર હતપ્રભ થઈ બાબુલાલ ની દુકાને જતા તેને ત્યાંથી કડી ની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો જ્યાંથી વધુ સારવાર અર્થે તેને અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા.બાઈક સવાર રોકડ ભરેલ બેગ લૂંટી બુડાસણ તરફ ભાગી છૂટયા હતા.કડી પોલીસને જાણ કરતા કડી પોલીસે આરોપીઓને ઝડપી પાડવા સીસીટીવી ફૂટેજ ને આધારે ચક્રો ગતિમાન કર્યા છે.કડી પોલીસે બે અજાણ્યા ઇસમો વિરૂદ્ધ ગુનો દાખલ કરી તેમને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે જેની તપાસ હાલમાં પી.એસ આઈ. અજીત ચૌધરી કરી રહ્યા છે.
— પોલીસે સીસીટીવી ફૂટેજ અને જુદી જુદી ટીમો બનાવી લૂંટારૂઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે :
બુધવારે ભર બપોરે કોન્ટ્રાકટર ને છરી ના ઘા મારી મજૂરોને ચૂકવવાના 4 લાખ રૂપિયા લઈ બાઈક સવાર બે ઈસમો લૂંટી ને ફરાર થઈ જતાં કડી પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે.થોડા સમય થી શાંત રહેલ કડી લૂંટ ની ઘટના માં ફરી ચકડોળે ચડ્યું છે.કડી પોલીસ અજાણ્યા લૂંટારૂઓને ઝડપી પાડવા કડી પી.આઇ.ડી.બી.ગોસ્વામી અને પી.એસ.આઇ અજીત ચૌધરી ના વડપણ હેઠળ સમગ્ર રોડ ના સીસીટીવી ફૂટેજ અને જુદી જુદી ટીમો બનાવી ફરાર આરોપીઓને ઝડપી પાડવા કામે લાગી ગઈ છે.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી