મધ્ય પ્રદેશ કોંગ્રેસના કદાવર નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ વિધિવત રીતે ભાજપમા જોડાયા છે. જ્યોતિરાદીત્ય સિંધિયાને દિલ્હીમાં ભાજપ મુખ્ય કાર્યાલય ખાતે અધ્યક્ષ જે.પી.નડ્ડા એ સ્વાગત કર્યું હતું.જયારે ભાજપ અધ્યક્ષે જણાવ્યું કે અમને એ બાબતની ખુશી છે કે રાજમાતા સિંધિયાના પોત્ર આજે ભાજપમા જોડાયા છે. રાજમાતા જનસંઘ સમયથી ભાજપ સાથે જોડાયેલા હતા. તેમજ તેમણે ભાજપની વિચારધારાને પ્રસાર કરવામા મહત્વનો ફાળો આપ્યો હતો.આ ઉપરાંત જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે મારા જીવનમા બે તારીખ મહત્વપૂર્ણ છે. જીવનમા અનેક વળાંક આવે છે જે વ્યકિતના જીવનને બદલી નાંખે છે. જેમાં પ્રથમ દિવસ ૩૦ સપ્ટેમ્બર ૨૦૦૧ ના દિવસ જે દિવસે મે મારા પિતાને ગુમાવ્યા એક જીવન બદલવાનો દિવસ હતો. જયારે બીજો દિવસ હતો ૧૦ માર્ચ ૨૦૨૦ જે તેમની ૭૫મી વર્ષગાંઠ હતી. જયા જીવનનો નવો વળાંક આવ્યો અને એક નિર્ણય મેં લીધો હતો.તેમણે આની સાથે જ કોંગ્રેસ સાથે પોતાનો ૧૮ વર્ષ જુનો સબંધ તોડી નાંખ્યો હતો.તેની બાદ તેમણે પોતાની વાત વિસ્તારથી મૂકી હતી.મધ્ય પ્રદેશમા ધૂળેટીના દિવસે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું સોંપી દીધું હતું. તેની બાદ મધ્ય પ્રદેશમા કોંગ્રેસના ૨૨ ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા હતા. જેની બાદ કમલનાથ સરકારની મુશ્કેલી વધી છે.