જૂનાગઢ :વન વિભાગની ડુંગર દક્ષિણ રેંજ ના ડુંગરપુર રાઉન્ડ માં ગત માસમાં અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ચંદનના વૃક્ષોનું ગેરકાયદેસર કટીંગ કરી અને ચોરી કરવાનાં બે ગુન્હા નોંધાયેલા હતા.જેની સઘન તપાસ દરમ્યાન વન વિભાગના આર.એફ.ઓ. ડુંગર દક્ષિણ સાથે ફિલ્ડ સ્ટાફે પેટ્રોલિંગ દરમ્યાન શંકાસ્પદ ઈસમો ને પુછપરછ કરતાં મધ્યપ્રદેશની ટોળકી ને ઝડપી પાડવામાં મોટી સફળતા મળેલી છે. જેમાં ગુન્હામાં મહત્વની ભૂમિકા ભજવનાર ૧૨ મહિલાઓ, કે જે મોટા ભાગની મધ્યપ્રદેશના કટની તથા પન્ના જિલ્લાના રહેવાસી છે,તેમની સઘન પૂછપરછ કરતા સમગ્ર ગુન્હાની મોડસ ઓપેરેન્ડી ખૂલી પડી હતી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી જૂનાગઢ જિલ્લાની નામદાર કોર્ટમાં રજૂ કરતા નામ. કોર્ટે તમામ મહિલાઓ ને 30 મે ૨૦૧૯ સુધી જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપી છે.
Contribute Your Support by Sharing this News: