ગરવીતાકાત,બનાસકાંઠા: ચુડવેલોના ઉપદ્રવને અટકાવવા માટે આરોગ્ય ખાતા દ્વારા યોગ્ય પગલાં ભરાય તેવી માંગ 
પાલનપુર તાલુકા સહિત જિલ્લાભરમાં હાલમાં ચુડવેલોના ત્રાસને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. જેમાં પાલનપુર તાલુકાના જગાણા ગામે આવેલી અર્બુદાનગર સોસાયટીમાં તો ચૂડવેલો ઘરમાં ઘૂસી જતાં લોકોને ઘરમાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે.
ચોમાસાની ઋતુનો પ્રારંભ થતાં જ વરસાદને કારણે જીવાતમાં પણ વધારો થઈ ગયો છે. જેમાં ઘરમાં રસોઈ બનાવતી વખતે આવી જેવા રસોઈમાં ન પડી જાય તે માટે ગૃહિણીઓને ભારે સાવચેતી રાખવી પડે છે. તેમાં હાલમાં પાલનપુર તાલુકામાં ચુડવેલોનો પણ અતિશય ઉપદ્રવ વધી જવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પાલનપુર તાલુકાના જગાણા ગામે આવેલી અર્બુદાનગર સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસથી ચૂડવેલોના અતિશય ઉપદ્રવથી લોકોને ઘરમાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે. ઘરની દીવાલો પર તેમજ ઘરમાં ટિંગાટોળી ની જેમ ચૂડવેલો જથ્થાબંધ ઘરમાં ઘૂસી જતી હોય લોકોને રસોઈ બનાવવામાં પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે આ બાબતની ગંભીર નોંધ લઈ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા ચુડવેલોના ઉપદ્રવને અટકાવવા માટે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી જનમાંગ ઉઠવા પામી છે.

Contribute Your Support by Sharing this News: