ભાજપ પાર્ટીની સરકારના 7 વર્ષ પૂરા થતાં જે.પી.નડ્ડાએ તેમના કાર્યકર્તાને સાથે વર્ચુઅલ મીટિંગ યોજી હતી. જેમાં તેમને કહ્યુ હતુ કે, તેમના(ભાજપના) નેતાઓ અને કાર્યકર્તાઓ કોરોના મહામારીમાં રાહત કાર્યમાં લાગેલા હતા ત્યારે વિપક્ષી પાર્ટી ક્વોરેન્ટાઈન થઈ ગઈ હતી.
ભાજપની આ વર્ચુઅલ મીટિંગમાં નડ્ડાએ કોવિડ પ્રોટોકોલના પાલન કરીને તેમની પાર્ટીના તમામ સાંસદો, મંત્રીઓ અને ધારાસભ્યોને ઓછામાં ઓછા બે-બે ગામોમાં સેવા આપવા સૂચના પણ આપી હતી. તેમને આ દરમ્યાન એમ પણ કહ્યુ હતુ કે, મહામારીમાં ભાજપના કાર્યકરો લોકોની સાથે ઉભા હતા,ત્યારે વિપક્ષી નેતા માત્ર વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સમાં જ જોવા મળતા હતા. જેપી નડ્ડાએ ઈશારાઓમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, કેટલાક લોકો સાધક હોય છે અને કેટલાક લોકો બાધક હોય છે. સાધકનું કામ સાધના કરવાનુ હોય છે. અને હંમેશા એવા લોકો પણ મળી રહેશે જે અવરોધ પેદા કરે છે. કેટલાક લોકો અમારી ઉપર આ રીતે આરોપ લગાવતા રહેશે. તેમા દિલ્હી પણ તેનાથી ગ્રસીત છે.
જે.પી. નડ્ડાએ કહ્યુ હતુ કે,જ્યારે વડાપ્રધાન ભારતના ઉદ્યમીઓને રસી બનાવવા માટે પ્રેરણા આપી રહ્યા હતા ત્યારે કેટલાક લોકો ભારતનુ મનોબળ તોડવાનુ કામ કરી રહ્યા હતા.આજે 2 કંપનીઓની જગ્યાએ 13 કંપનીઓને મંજૂરી આપવામાં આવી છે.