ગરવી તાકાત પાલનપુર : પત્રકાર એકતા સંગઠનના પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડીયા ઉપાધ્યક્ષ ગીરવાન સિંહ સરવૈયા પ્રદેશ મહામંત્રી/મંત્રી તેમજ સંગઠનના પ્રભારી શ્રી ઓ ના માર્ગદર્શન અને આદેશ મુજબ બનાસકાંઠા જિલ્લામાં પત્રકાર એકતા સંગઠન ની અલગ અલગ તાલુકામાં રચના કરવા હોવાથી આજરોજ સુઈગામ તાલુકાના પત્રકાર એકતા સંગઠન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં સુઇગામ તાલુકાના પત્રકાર મિત્રો હાજર રહી પ્રમુખ ઉપપ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારોની બિન હરીફ વરણી કરી હતી જેમાં પ્રમુખ તરીકે રાજુભાઈ ઠાકોર પ્રમુખ તરીકે પારસ ભાઈ વ્યાસ મંત્રી તરીકે વેરશી ભાઈ રાઠોડ, મહામંત્રી તરીકે .ડી.એમ.જોષી, સંગઠન મંત્રી નરેશભાઈ પંડ્યા, આયોજન મંત્રી હસમુખભાઈ બઢીયા , ખજાનચી મેહુલભાઈ વેઝિયા ની વરણી કરવામાં આવી હતી નિમાયેલ પ્રમુખ અને ઉપપ્રમુખ ને સંગઠનના તમામ મિત્રો તરફથી શાલ.ફુલહાર પહેરાવી શુભેચ્છાઓ આપી હતી
અને સંગઠનના રચના સમયે બનાસકાંઠા જિલ્લાના પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ દિલીપભાઇ ત્રિવેદી હાજર રહ્યા હતા અને નવા નિમાયેલા પ્રમુખ પ્રમુખ અને અન્ય હોદ્દેદારોની પત્રકારિતા સંગઠનને મજબૂત બનાવવા તમામ મિત્રોને સાથે રહી મદદરૂપ બનવા અને પ્રયત્નશીલ રહેવા જણાવ્યું હતું સાથે સાથે નવા પ્રમુખ અને ઉપપ્રમુખને ખુબ ખુબ શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર