ગરવી તાકાત મહેસાણા : વિસનગર રાવલાપુરાનાં વતની અને રામપુરા શાળા ખેરાલુના દિવ્યાંગ શિક્ષક ચૌધરી જીતેન્દ્રકુમાર બાબુલાલને ગુજરાત રાજ્ય દ્વારા તા 20-10-22 નાં રોજ તેમનાં વિવિધ સમાજ સેવાનાં કાર્યો અને શિક્ષણક્ષેત્રે સારી કામગીરીઓને ધ્યાનમાં લેતાં તેમને સન્માનવા માટે શ્રેષ્ઠ દિવ્યાંગ નોકરીદાતા તરીકેનો 2021નાં અવૉર્ડથી શ્રમ રોજગાર મિનિસ્ટર બ્રિજેશ મેરજા સાહેબ નાં હસ્તે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે અવૉર્ડ એનાયત કરવામાં આવતા મહેસાણા સમાજનુ અને શિક્ષક સમાજનું ગૌરવ વધાર્યું હતું.