ગુજરાતી કલાકારનું બોગસ ફેંક આઈડી બનાવીને ચાહકોને ભોળવી અને ખોટા વાયદાઓ આપી ગિફ્ટો લઈ આવનાર એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. સોશિયલ મીડિયાના ફાયદા સાથે ગેરફાયદા હોવાનું પણ આ કેસે સાબિત કરી દીધું છે. બોગસ ફેસબુક આઈડી બાબતે ગુજરાતી કલાકાર જીગ્નેશ કવિરાજને આ બાબતે જાણ થતાં તેણે સાયબર ક્રાઇમમાં અરજી કરી હતી. જે અંતર્ગત પોલીસે કાર્યવાહી કરી છે. આરોપીના ભાઈના આજે લગ્ન છે અને તે પોલીસ પકડમાં આવી ગયો છે. આ બાબતે જિગ્નેશ કવિરાજ જાણતો ન હોવા છતાં બોગસ આઈડી બનાવનાર મહિલા ચાહકો સાથે મેેસેન્જરમાં મોટી મોટી વાતો કરતો હતો.

  • જીગ્નેશ કવિરાજનું ફેક ફેસબુક આઈડી બનાવવાનો મામલો
  • પોલીસે પ્રકાશ નામના આરોપીની કરી ધરપકડ
  • આરોપી મહિલાઓ સાથે સંપર્ક કરી દાગીના પડાવતો
  • જન્મદિવસની ગિફ્ટ માંગી દાગીના પડાવતો
  • જીગ્નેશ ભાઈએ મોકલ્યો છે એમ કરીને ગિફ્ટ લેવા જતો હતો
  • આરોપી જીગ્નેશ કવિરાજ સાથે જ ફરતો હતો
  • આરોપીએ અગાઉ અનેક પ્રોગ્રામ પણ કરાવ્યા છે જીગ્નેશ કવિરાજ સાથે
  • આરોપીના ભાઈના આજે લગ્ન છે અને તે પોલીસ પકડમાં આવી ગયો

જિગ્નેશ કવિરાજ બની ચાહકો સાથે વાતો કરતો હતોજિગ્નેશ કવિરાજ દ્વારા કરાયેલી અરજી અંતર્ગત આક્ષેપો કરાયા હતા કે, તેનાં નામનું ખોટુ ફેસબુક એકાઉન્ટ કોઇ વ્યક્તિ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ બનાવટી ફેસબુક એકાઉન્ટમાં તેની મંજૂરી વગર તેના ફોટાગ્રાફ અલગ-અલગ સ્ટેટસ અપલોડ થતા હતા. ફેસબુકના સ્ટેટસમાં મારે નવા સોંગ માટે સારી હિરોઈન જોઈએ છે જેને પણ મારી સાથે હીરોઈન તરીકે કામ કરવું હોય તેમને એફબીમાં એસએમએસ કરે ને ફોટા મોકલો તથા મારી જોડે કોને કામ કરવું છે જેને કરવું હોય તે મને એસએમએસ કરે. આ પ્રકારના સ્ટેટસ મૂકી આ અજાણ્યો શખસ જિગ્નેશ કવિરાજના નામે તેના ચાહકો અને સ્ત્રી મિત્રો સાથે મેસેન્જર પર વાતચીત કરતો હતો.

જિગ્નેશ કવિરાજની નજીકનો જ વ્યક્તિ પકડાયોઆ બાબતે એલર્ટ બનેલા જિગ્નેશે સાયબર ક્રાઈમમાં આપેલી અરજી અનુસંધાને પોલીસે પ્રકાશ નામના એક આરોપીની ધરપકડ કરાઈ છે. જે મહિલાઓ સાથે વાતો કરી જિગ્નેશના નામે મહિલા ચાહકો પાસેથી ગિફ્ટો લઇ આવતો હતો. જેને મહિલાઓ પાસે દાગીના પણ પડાવ્યા હોવાનું બહાર આવ્યું છે. આ પ્રકાશ જિગ્નેશ કવિરાજની નજીકનો જ વ્યક્તિ છે.