કડીના જેતપુરા નર્મદા કેનાલ ઉતરતી વખતે 2 ગઠિયાઓ બાઈક સવાર મહિલાના ગળામાંથી સોનાની ચેઇન લૂંટી ફરાર

શેર કરવા અહીં ક્લિક કરો.

— ધાંધલપુર સામાજીક પ્રસંગ પતાવીને આવતાં મહિલાની ચેઈન લૂંટાઈ :

— બાઈક લઈને આવતા અજાણ્યા બે ઈસમોએ સોનાનો દોરો લૂંટીને ફરાર : 

ગરવી તાકાત મહેસાણા :  કડી પંથકમાં છેલ્લા ઘણા સમયથી ક્રાઈમનો રેટ ઊંચો જઈ રહ્યો છે ત્યારે  કડીના જેતપુરા પાસે પતિ પત્ની પોતાના ગામ ભવાનપુર જઈ રહ્યાં હતાં ત્યારે પાછળથી આવી રહેલા અજાણ્યા બે ઈસમો બાઈક સવારો મહિલાના ગળામાંથી સોનાનો દોરો ઝૂંટવીને ફરાર થઇ ગયાં હતાં
કડી તાલુકાના જેતપુરા પાસે એક મહિલાનો દોરો ઝૂંટવીને ઈસમો ફરાર થઈ ગયાનો બનાવ સામે આવ્યો છે જોટાણા તાલુકાના ધાંધલપુર ગામે ક્રિષ્નાબેન ઠાકોર અને તેમના પત્ની સામાજિક પ્રસંગે ગયા હતા  કડી તાલુકાના જેપુરા ગામ પાસે આવેલ નર્મદા કેનાલ પાસે આવેલ અને અને સાંજના સમયે તેઓ પોતાની સાસરી સાણંદ તાલુકાના ભવાનપુર ગામ ખાતે જઈ રહ્યાં હતાં  તે સમયે કડી તાલુકાના જેતપુરા નર્મદા કેનાલ થી થોડા આગળ ક્રિષ્નાબેન અને તેમનાં પતી પોતાનું બાઈક લઈને જઈ રહ્યા હતા તે સમયે પીછો કરતા  પલ્સર બાઈક સવાર અજાણ્યા બે ઈસમોએ અચાનક જ બાઈક સવાર ક્રિષ્નાબેનના ગળામાં પહેરેલ સોનાનો દોરો આખરે  30000/- નો ઝૂંટવીને મેડાઆદરજ ગામ તરફ ફરાર થઇ ગયાં હતાં
જ્યારે મહિલાને માલુમ પડતા તેઓએ તેમના પતિને જણાવ્યું હતું ત્યારબાદ તેમના પતિ અને ક્રિષ્નાબેન આ બાઇકસવારનો પીછો કર્યો હતો  અને રોડ ઉપર ટ્રાફિક હોવાથી બાઈક સવારો વામજ ગામ તરફ ભાગી છુટ્યા હતા  મહિલા ગભરાઈ જતાં તેઓ પોતાના ગામ જવા નીકળી ગયાં હતાં  બાદમાં બીજા દિવસે કડી તાલુકાના બાવલું પોલીસ સ્ટેશને મહિલાએ જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે સીસીટીવી કેમેરા સહિત આપ્યું હતું  બાવલુ પોલીસે હાલમાં જાણવાજોગ ફરિયાદ લઇને સંતોષ માન્યો હતો
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.