— વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા ગાંધીનગર, પાટણ અને અમદાવાદ જવું પડતું હતુ :
ગરવી તાકાત પાલનપુર : પાલનપુર શહેરમાં આજે પ્રથમવાર JEE NEET અને UGC NET પરીક્ષાનું આયોજન ક
રવામાં આવ્યું હતું. NTA સંચાલિત JEE NEET અને UGC NET ની પરીક્ષા માટે ગાંધીનગર, પાટણ અને અમદાવાદ જવું પડતું હતું. જે પરીક્ષા આજે પાલનપુરમાં યોજાતાં વિદ્યાર્થીઓને રાહત મળી હતી.

પાલનપુર મુકામે આજે NTA સંચાલિત JEE NEET અને UGC NET ની પરીક્ષા કે જે માટે બનાસકાંઠા પાલનપુરના વિદ્યાર્થીઓને અમદાવાદ ગાંધીનગર અને પાટણ સુધી લાંબા થવું પડતું હતું. તે પરીક્ષા પ્રથમવાર પાલનપુરમાં આયોજિત કરવામાં આવી હતી. પાલનપુરની ૧૦ જેટલી સ્કૂલોમાં આજે આ પરીક્ષાઓનું આયોજન થયું હતું. જેમાં વિદ્યાર્થીઓને પ્રોપર પાલનપુર સિટીમાં જ પરીક્ષા યોજાતા સમયનો પણ બચાવ થયો હતો અને પરીક્ષા આપતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
તસવિર અને અહેવાલ : જયંતિ મેતિયા– પાલનપુર