આંધ્રપ્રદેશની વિકલાંગ મહિલાને પરિવાર સાથે મિલન કરાવવામાં મળેલ સફળતા.તારીખ 26 8 2019 ના રોજ બાયડ થી અમદાવાદ જવા નીકળેલા અશોકભાઈ જૈનને (પ્રમુખ જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ બાયડ)

ગરવીતાકાત,અરવલ્લી: દહેગામ નહેરુ ચોકડી પાસે એક બિનવારસી માનસિક વિકલાંગ મહિલા દેખાયા હતા તરત જ તેમણે ગાડી ઉભી રાખીને તે મહિલા પાસે ગયા અને તે મહિલાને ચા-નાસ્તો કરાવ્યા પછી ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઈને ફોન કર્યો એક કલાક જેટલા સમયગાળામાં ૧૮૧ ની ગાડી આવ્યા પછી તે મહિલાની ગાડીમાં બેસાડીને બાયડમાં સ્થિત  એવા જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા  ટ્રસ્ટ ખાતે મોકલવામાં આવ્યા પછી માનસિક રોગ ની દવા ચાલુ કરવાથી આ મહિલાની માનસિક સ્થિતિમાં સુધારો આવતા ખબર પડી કે તે મહિલા આંધ્ર પ્રદેશના વતની છે તેથી અમદાવાદ ખાતે રહેતા દર્શન પંચાલ હૈદરાબાદ રહેતા તેમના મિત્ર પ્રદીપ ભાઈ સાથે કોન્ફરન્સ કોલ દ્વારા તે મહિલાની વાત કરાવેલ પ્રદીપભાઈ એ આ મહિલાનો પરિવાર સાથે સંપર્ક કરવામાં ખૂબ જ મદદ કરી આ મહિલા હૈદરાબાદ થી તારીખ ૨૪/૦૧/૨૦૧૬ ના રોજ ઘરેથી નીકળી ગયેલા હતા મહિલાની જાણ થતાં જ તેમનો પરિવાર ખૂબ જ ખુશ થઈને આજરોજ તેમના પરિવારના ચાર સભ્ય બાયડ આશ્રમમાં આ મહિલાને લેવા માટે આવ્યા આ રીતે ૪૪ મહિના પછી આ મહિલા તેમના પરિવારને મળ્યા તે આશ્રમની ખૂબ જ મોટી ઉપલબ્ધિ ગણાય છે તે જ રીતે જ રીતે અત્યાર સુધી ૮૩ મહિલાઓને તેમના પરિવાર સાથે મિલન કરાવવામાં જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ બાયડ ને મોટી સફળતા મળેલ છે.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી