વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા કોતરવાડા પાસે કરવામાં આવેલ જનતારેડનો મામલો ગરમાયો

શેર કરવા અહીં ક્લિક કરો.

— રાત્રે ત્રણ વાગે જનતા રેડ ન હોય, સમાજના યુવાનો રાજકીય લોકોનો હાથો બની રહ્યા છે : અલ્પેશ ઠાકોર :

ગરવી તાકાત પાલનપુર : દિયોદર તાલુકાના કોતરવાડા કેનાલ પર થયેલી જનતા રેડમાં રાજકારણ ગરમાયુ છે. વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જનતા રેડ કરી હતી અને ત્યારબાદ આક્ષેપો પ્રતિ આક્ષેપો અને પોલીસની કાર્યવાહી બાદ ઠાકોર સેનાના આગેવાન અલ્પેશ ઠાકોરે પાલનપુરમાં જિલ્લા પોલીસ વડાને મળીને નિવેદન કર્યું હતું.
સમાજના યુવાનોનો રાજકીય લોકો ઉપયોગ કરી રહ્યા છે તેવું અલ્પેશ ઠાકોરે પાલનપુરમાં નિવેદન કર્યું હતું. જનતા રેડની ઘટના બાદ રાજકારણ ગરમાતા અલ્પેશ ઠાકોર પણ મેદાનમાં કૂદી પડ્યા હતા અને પાલનપુરમાં જિલ્લા પોલીસ વડા સાથે બેઠક કરી અને સમગ્ર વિગતોની ચર્ચા કરી હતી. જોકે દારૂ બાબતે ઠાકોર સેના કડક છે અને આગામી સમયમાં પણ કડક રહેશે તેવી વાત કરી હતી. રાજકીય લોકોનિ હાથો સમાજના યુવાનો બની રહ્યા છે.
રાત્રે ત્રણ વાગ્યે દારૂ પર જનતા રેડ ન હોય અને આ જનતા રેડ રાજકીય લોકો દ્વારા રાજકીય લાભ ખાટવાના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે આ રાજકીય લાભ ખાટી અને યુવાનોને ગુમરાહ કરી રહ્યા છે તેવું નિવેદન કર્યું હતું. વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું નામ લીધા વગર અલ્પેશ ઠાકોરે ગેનીબેન ઠાકોર પર નિશાન સાધ્યું હતું
અને સમાજને ગુમરાહ કરવાનો આરોપ મુક્યો હતો. જોકે જિલ્લા પોલીસવડાની બેઠકમાં પોલીસે આ મામલે તટસ્થતાથી તપાસ કરી છે અને ઠાકોર સેનાને જિલ્લામાં ક્યાંય પણ દારૂ વેચાણ નહીં થવા દેવામાં આવે તેવી ખાતરી આપી હતી.
તસવિર અને આહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.