ગરવીતાકાત,બનાસકાંઠા: શ્રી માનવ કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત શ્રી મન મંદિર વિદ્યાસંકુલ તાજપુરામાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના ટ્રસ્ટી મંજુલાબેન તેમજ શાળાના વ્યવસ્થાપક નિરવભાઇ પઢિયાર આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત આરતીથી કરવામાં આવી હતી. ત્યારબાદ કેક કાપી પ્રસાદ વેચવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું  હતુ. ત્યારબાદ બાલમંદિર, પ્રાથમિક તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ દ્વારા ગરબો, ગ્રુપ ડાન્સ તેમજ પિરામીડ જેવા કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ પ્રાથમિક શિક્ષક દ્વારા કૃષ્ણમાન તેમજ કૃષ્ણ જન્મની ઝાંખી કરાવી તેમજ માધ્યમિકના શિક્ષિકા દ્વારા કૃષ્ણ ગીત રજૂ કરવામાં આવ્યું હતું. અંતે વિદ્યાર્થીઓએ પિરામીડ દ્વારા મટકી ફોડ કાર્યક્રમ પણ રજૂ કર્યો હતો. અંતે ચોકલેટનો પ્રસાદ પણ વિતરણ કરવામાં આવ્યો હતો.