બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતમાં જન આશીર્વાદ યાત્રા યોજાઇ

શેર કરવા અહીં ક્લિક કરો.

પાલનપુર, ડીસા સહિત સમગ્ર જિલ્લામાં ઠેર ઠેર જન આશીર્વાદ યાત્રાનું પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું 

બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચાૈહાણની ઉપસ્થિતમાં જન આશીર્વાદ યાત્રા યોજાઇ હતી. જેનું રતનપુર, પાલનપુર, ચંડીસર, ડીસા અને શિહોરી સહિત સમગ્ર જિલ્લામાં ઠેર ઠેર  વિવિધ સંસ્થાઓ, સમાજના અગ્રણીઓ અને પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે, આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓને પ્રજા સુધી પહોંચાડવા જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું  છે. વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસ કામોની વણઝાર સર્જાઈ છે. 24 કલાક વીજળી, ઉજવલ્લા યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનામાં ખેડૂતોના ખાતામાં સીધી સહાય, જનધન યોજના જેવી અનેક ગરીબલક્ષી યોજનાઓના લીધે છેવાડાના વ્યક્તિઓ અને વિસ્તારો સુધી વિકાસના ફળ સારી રીતે પહોંચી રહ્યાં છે. તેમણે કહ્યું કે આ સરકારે મહત્તમ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પારદર્શકતા લાવી ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપ્યું છે. મંત્રીએ કહ્યું કે એક સમયે બનાસકાંઠા જિલ્લામાં ડાર્કઝોન હતો, સિંચાઇ જ નહીં, પીવાનાં પાણીનાં પણ ફાંફાં હતાં. આ સરકારે આ સૂકી ધરતી પર નર્મદાના નીર પહોંચાડી આ વિસ્તારને લીલોછમ હરિયાળો બનાવ્યો છે જેના કારણે આજે બાગાયતી પાકો જેવા કે દાડમ, પપૈયા, ખારેકનું વાવેતર થાય છે અને બટાકાનું હબ બન્યો છે. 
 

મંત્રી ચૌહાણે કહ્યું કે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મજબુત અને શક્તિશાળી રાષ્ટ્રનું નિર્માણ થઇ રહ્યું છે. તેવી જ રીતે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતની વિકાસ યાત્રા સતત આગળ વધી રહી છે.  આ જન આશીર્વાદ યાત્રામાં યાત્રાના ઉત્તર ગુજરાતના ઈન્ચાર્જ અને ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફીયા સહિત બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહજી ચૌહાણ , જિલ્લાના પ્રભારી નંદાજી ઠાકોર, સાંસદપરબતભાઈ પટેલ, રાજય સભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, પૂર્વ કેન્દ્રીય રાજય મંત્રી હરિભાઈ ચૌધરી તેમજ પૂર્વ ધારાસભ્યઓ અને આગેવાનઓ, જિલ્લાના મહામંત્રી, ડાહ્યાભાઈ પીલીયાતર, દિલીપભાઈ વાઘેલા અને કનુભાઈ વ્યાસ સહિત વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતાં.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.