SUPRIME COURT IN NEW DELHI ON MONDAY PICTURE BY PREM SINGH 19 APRIL 2010

સુપ્રીમ કોર્ટ દ્વારા આજે મુંબઈના દાદર, બાઈકુલા અને ચેંબુર સ્થિત જૈન દેરાસરો ને 22 અને 23 ઓગસ્ટના રોજ ખોલવાની પરમીશન આપવામાં આવી છે.સાથે સાથે સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે દેરાસરના પ્રબધંકોને કહેવાયુ છે કે અમને અન્ડરટેકીંગ આપો કે તમે સરકારી ગાઈડ લાઈનનુ પાલન કરશો. અને વધુુમાં એમ પણ કોર્ટ દ્વારા કહેવાયુ છે કે ભગવાન આપણી અંદર છે, ભગવાન દરેક જગ્યાએ છે.

અગાઉ 1 ઓગસ્ટે, બોમ્બે હાઈકોર્ટે પર્યુષણના પવિત્ર સમયગાળામા જૈન સમુદાયના લોકોને  દેરાસરોમાં પૂજા કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે આ સમયે દરેક સમજુ વ્યક્તિની ફરજ છે કે જાહેર ફરજોને ધાર્મિક ફરજો સાથે સંતુલિત કરે અને બાકીની માનવજાત પ્રત્યેની તેમની જવાબદારી સમજે.

આ પણ વાંચો- છાપીમાં મોબાઇલની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા: બે લાખથી વધુનો મુદ્દામાલ ઉઠાવી ગયા 

જૈન સમુદાયના અંકિત વોરા અને ટ્રસ્ટી આત્મ કમલ લબ્ધિશુરિશ્વરજી જૈન મંદીર ટ્રસ્ટ ની યાચીકામાં કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્ર સરકારે સ્પા, જિમ, બ્યુટી પાર્લર, બાર્બર શોપ, આલ્કોહોલ સ્ટોર, મોલ, માર્કેટ કોમ્પ્લેક્સ, વગેરે ખોલવાની મંજૂરી આપી હતી અને મર્યાદિત સંખ્યામાં લગ્ન સમારોહ અને અંતિમ સંસ્કારની પણ મંજૂરી આપી હતી. , પરંતુ ધાર્મિક સ્થળો / પૂજા સ્થળો ખોલવાની પરવાનગી હજી સુધી આપવામાં નથી આવી.

શુ હોય છે પર્યુષણ તહેવાર

સામાન્ય રીતે શ્વેતામ્બર પંથના લોકો આને પર્યુષણ તરીકે સંબોધે છે જ્યારે  દિંગાબંર પંથના લોકો આને દસ લક્ષણા તરીકે સંબોધે છે. શાબ્દિક રીતે પર્યુષણનો અર્થ થાય છે, “જોડાવું” અથવા “સાથે આવવું”. આ એવો સમય છે જે દરમ્યાન સામાન્ય જન સમુદાય ટૂંક સમય માટે સાધુ જેટલી તીવ્રતાથી આધ્યાત્મનો અભ્યાસ અને તપ આદિ કરવાના પ્રત્યાખ્યાન (પ્રતિજ્ઞા) કરે છે.પર્યુષણનો સમય ગાળો આઠ દિવસનો હોય છે.

આ પણ વાંચો-  IPL સ્પોન્સરશીપ : ડ્રીમ ઈલેવન 222 કરોડ સાથે બાજી મારી ગયુ

આ સમય દરમ્યાન જૈન ઉપવાસ રાખે છે અને આત્માને પવિત્ર કરે તેવી આધ્યાત્મિક ક્રિયાઓમાં જોડાય છે. ઉપવાસનો સમયગાળો ૧ દિવસ થી લઈને ૩૦ દિવસ સુધી નો હોઈ શકે છે. જે લોકો ઉપવાસ કરે છે તેઓ માત્ર ઉકાળેલું પાણી પીએ છે અને તે પણ માત્ર સૂર્યોદય અને સૂર્યાસ્તની વચ્ચેજ પીવાય છે એવી જૈનોમાં માન્યતા છે.

Contribute Your Support by Sharing this News: